ક્ષત્રિય ઇતિહાસ

પ્રસ્તાવના
       પ્રતિષ્ટિત ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશના ઈતિહાસ પર આજ સુધી ઘણું બધું લખ્યું છે. ઈતિહાસકારોએ અનેક પુરાવાઓ દ્વારા પોતાની કલમ ને સત્ય અને નિષ્પક્ષ સાબિત કરી છે. તેમ છતાં આ વિષય આજે પણ અપુર્ણ છે.
          ક્ષત્રિય વંશાવળી ,ગોત્ર, પવિત્ર પરંપરાઓ , માન મર્યાદાઓ , વીરતાઓનોજ ઈતિહાસ છે. ક્યારેક એવું લાગે છે કે ઈતિહાસકારોએ ‘ક્ષત્રિય ઈતિહાસ’  પર પોતાની સંકુચિત ભાવનાઓનો વધારે પડતો સમાવેશ કર્યો છે.
    ભારતનો  દરેક બુદ્ધીશાળી વર્ગ જાણે છે કે , ભારતના ઈતિહાસને જો ક્ષત્રિયોનો ઈતિહાસ કહેવામાં આવેતો એમાં કોઇ અતિશયોક્તિ  નથી. કારણ કે ભારતનો ઈતિહાસ ૯૦ ટકા ક્ષત્રિયો દ્વારા  બનાવવામાં આવ્યો છે. જો ઈતિહાસના પાનામાંથી ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવેતો , બાકી બે પુંઠા જ વધે. આમ છતાં પણ ઈતિહાસમાં ક્ષત્રિયોનું સ્થાન નગણ્ય છે.                                     
    વૈદિક કાળ , ઉત્તર વૈદિક કાળ , બૌદ્ધ , મૌર્ય , ગુપ્ત અને  હર્ષવર્ધનના શાસન સુધી ભારત દેશની રક્ષક જાતિ  “ક્ષત્રિય” ના નામથી ઓળખાતી હતી , પરંતું હર્ષવર્ધનના શાસનાકાળ  પછી ઈતિહાસમાં એક નાટકિય વળાંક આવે છે અને એક નવું નામ “રાજપૂત” ક્ષત્રિય જાતિ માટે આવે છે. ખરેખર ભારતના મુળનિવાસી ક્ષત્રિયો માટે “રાજપૂત” શબ્દ નહી પણ “રજપૂત” શબ્દ હોવો જોઇએ .કારણકે રાજપૂત શબ્દ પરદેશી આક્રમણકારો લાવેલા છે. પરંતું હર્ષવર્ધનના શાસનકાળ પછી  ભારતમાં એકછત્ર  રાજ્યનો અભાવ થઈ ગયો. રાજ્યોના અડધા ઉપરના શાસકો રજપૂતો જ હતા. આથી આ યુગને  “રજપૂત યુગ” કહેવામાં આવે છે. ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશને જ અહીથી રજપૂત  વંશ બનાવી દીધો. અને ક્ષત્રિય વંશને એક નવી જાતિ  બનાવી દીધી.                                                   ઈતિહાસકારોએ રાજપૂતોને વિદેશીયોના સંતાન અથવા ક્ષત્રિયોથી અલગ બતાવવાનું સૌથી મોટું કારણ એ બતાવ્યું છે કે , છઠ્ઠી સદી પહેલાં કોઇપણ પ્રાચીન ગ્રંથમાં રાજપૂત શબ્દની ચર્ચા કે પુરાવા મળતા નથી.પરંતું એ પ્રાચીન ગ્રંથોમાં રાજપુત્ર ની ચર્ચા થયેલી જોવા મળેછે.ઈતિહાસકારોએ રાજપુત્ર અને રાજપૂત ને અલગ-અલગ બતાવ્યા છે.રાજાને જો એકથી વધારે સંતાનો હોયતો ,પરંપરા ને અનુસાર સૌથી મોટા પુત્રને જ રાજ્યના ઉતરાધિકારી બનાવવામાં આવતા હતા.તથા તેને રાજા કહેવામાં આવતો હતા.તેમજ અન્ય નાના પુત્રોને રાજપુત્ર કહેવામાં આવતા હતા.પાછળથી આ રાજપુત્રો નાના રજવાડાઓમાં ભાગલા પાડીને રાજા અથવા તો શાસક બની ગયા.અને આમ પાછળથી આજ રાજપુત્ર સમુહવાચક યા જાતિવાચક બની ગયા. રાજપૂત હિન્દી નો શબ્દ છે. અને આ સંસ્કૃત શબ્દ રાજપૂત્રનો અપભ્રંશ છે. પ્રાચીન ગ્રંથોમાં રાજપૂતો માટે રાજપુત્ર, રાજન્ય, બાહુજ વગેરે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.                                                                                        
ક્ષત્રિયના મુખ્ય ત્રણ વંશ છે.
૧. સૂર્યવંશ                          ૨. ચન્દ્રવંશ                      ૩અગ્નીવંશ


સુર્યવંશ
        સૂર્યવંશમાં પ્રથમ ઇક્ષ્વાકુ થયા. જેમની રાજધાની અયોધ્યા નગરી હતી. ઇક્ષ્વાકુ વૈવસ્વત મનુના પુત્ર હતા. પુરાણ આદિ અધ્યયનથી જાણવા મળે છે કે , બ્રહ્માથી મરીચ , મરીચથી કશ્યપ, કશ્યપથી સૂર્ય, સૂર્યથી વૈવસ્વત મનુ થયા. વૈવસ્વત મનુએ  અયોધ્યા નગરી વસાવી અને તેમના સૌથી મોટા પુત્ર ઇક્ષ્વાકુ અયોધ્યા ના પ્રથમ રાજા થયા. આજ ઇક્ષ્વાકુ  રાજાથી સૂર્યવંશની ઉત્પતિ થઈ .
સૂર્યવંશ રાજાઓની વંશાવળી આ મુજબ છે.
       મનુ , ઇક્ષ્વાકુ , વિકુક્ષિ , પરંજય, અનેના , પૃથુ , કૃષદશ્વ , અન્ધ્ર , યુવનાશ્વ , શ્રાવસ્ત , વૃદિશ્વ , કુવલાયાશ્વ , દ્ઢાશ્વ , પ્રમોઢ , હર્યશ્વ , નિકુમ્ભ , સન્હતાશ્વ , કૃશાશ્વ , પ્રસેનજિત , યુવનાશ્વ , માન્દ્યાતા , પુરુકુત્સ , સદસ્યુ , સમ્ભન , અનરણ્ય ,  ત્રસદશ્વ , હર્યશ્વ , વસુમાન , ત્રિધન્વા , ત્રખ્યારૂણિ , સત્યવૃત , હરિશ્ચન્દ્ર  ,  રોહિતાશ્વ , હરિત , ચંચુ , વિજય , રુરુક  ,  વૃક  , વાહુ , સગર ,  અસમંજસ , અંસુમાન  , દિલીપ  , ભગીરથ  , શ્રુત , નાભગ , અમ્બરીષ , સિન્ધુદ્વીપ , અયુત્રાયુ , ઋતુપર્ણ , સર્વકામ , સુદાસ , સોદાસ , અશ્મક , મૂલક , દશરથ ,  એદવિદ ,  વિશ્વસહ  , દિલીપ , રઘુ , અજ , દસરથ , રામચન્દ્ર  , કુશ , અતિથિ , નિષધ , નળ , નભ , પુણ્ડરીક  ,  ક્ષેમધન્ધ , દેવાનીક , પારિયાગ , દલ , બલ , દત્ક , વૃજનામ , શંયાણ , ધ્યુપિતાશ્ન , વિશ્વસહ , હિરણ્યનામ , પુષ્ય  , ધૃવ  , સન્ધિ  , સુદર્શન , અગ્નિવર્ણ , શીર્ઘ્ર ,  મરુ ,  પ્રસુશ્રુત ,  સુસન્ધિ , અમર્ષ , સહસ્વાન ,  વિશ્ષભન ,  બૃહદવલ ,  બ્રહદ્રર્થ  , ઉરુક્ષય , વત્સવ્યૂહ , પ્રતિવ્યોમ , દિવાકર , સહદેવ , વૃહદશ્વ , ભાનુરથ , પ્રતીતીશ્વ , સુપ્રતીક , મરુદેવ , સુનક્ષ , કિન્નણ , અંતરિક્ષ . સુપર્પ્પ ,  અભિત્રજિત  , વૃહદ્રાજ  , ધર્મી  , કૃતંજય ,  રંણજય  ,  સંજય ,  શાક્ય , શુદ્ધોધન , સિદ્ધાર્થ , રાહુલ , પ્રસેનજિત , ક્ષુદ્રક , કુણ્ડક , સુરથ , સમિત્ર .
        ઉપરોકત માન મુખ્ય -૨ સૂર્યવંશી રાજાઓના છે. કારણ કે મનુથી રામ સુધી ફકત ચોસઠ રાજાઓના નામો મળ્યા છે.  જો કે આ એક ખુબજ લાંબો સમય છે. જેથી બધાજ રાજાઓના નામો મળવા અસંભવ છે.    
        દશરથજી ના ચાર પુત્રો શ્રીરામ , લક્ષ્મણ , ભરત  તથા  શત્રુઘ્ન  થયા. આ ચારેય ભાઇઓના બે –બે પુત્રો થયા. શ્રીરામ ના લવ અને કુશ , લક્ષ્મણ ના અંગદ અને ચન્દ્રકેતુ ,ભરત ના તક્ષક અને પંષ્કલ , શત્રુઘ્ન ના સુવાહુ અને બહુશ્રુત થયા. આ વંશમાં આ ઉપરાંત ઘણા બધા રાજાઓના નામ ભાગવત અને પુરાણોમાં  છે. પરંતુ  એ નામો વિસ્તાર થવાના ભયથી છોડી દેવામાં આવ્યા છે.

ચન્દ્રવંશ
        ચન્દ્રવંશીય ક્ષત્રિય બ્રહ્મા ના બીજા પુત્ર અત્રિના સંતાન છે. મહર્ષિ અત્રિ ના ધર્મપત્ની અનસુઈયા ના સૌથી  મોટા પુત્ર સોમ યાની ચન્દ્ર હતા. સોમ ના વંશ હોવાના કારણે સોમવંશ અથવા ચન્દ્રવંશ કહેવાયા.
        સોમ અથવા ચન્દ્રનો પુત્ર હતો . જેને પોતાની રાજધાની પ્રતિષ્ઠાનપુર બનાવી .બુધનો પુત્ર પુરુરવા હતો. જેનાથી આયુ, આયુથી નહુષૂ , નહુષૂથી યયાતિ  થયા. યયાતિને  બે પત્નીઓ હતી. એક શર્મિષ્ઠા તથા બીજી દેવયાની જે શુક્રાચાર્યની પુત્રી હતી.રાણી શર્મિષ્ઠાને ત્રણ પુત્ર દહ્લુ (dahlu) પુરુ  તથા અનુ થયા. રાણી દેવયાનીથી યુદુ તથા દુર્વસુ થયા .
ચન્દ્રવંશી નરેશોની નામાવલી આ પ્રકારે છે.
        અત્રિ , સોમ યા ચન્દ્ર , બુધ , પુરુરવા , આયુ , પુરુ , જનમેજય , પ્રચિન્વાન , પ્રવીર , મનસયુ , અભયદ , સુધૂ , બહુગત , સંયાતિ , અહંયોતિ , રૌદ્રાશ્ષ , ઋતેપુ , મતનાર , તસુ , એલીન , દુષ્યંત , ભરત , મન્યુ , વૃહખમ , સુહોત્ર , હસ્તી , અજમીઢ , ઋણ , સંવરણ , કુરુ , જન્હૂ , જનમેજય સુરથ , વિદુરથ , સાર્વભૌમ , જયત્સે , આરાધિત , આયુતાયુ , અક્રોધન , દેવાતિથિ , ઋક્ષ , ભીમસેન , દિલીપ , પ્રતીપ , શાંતનુ , વિચિત્રવિર્ય , પાણ્ડુ , યુધિષ્ઠિર , પરિક્ષિત , જનમેજય , શતાનિક , સહસ્માનિક , અશ્વમેઘ , દત , અધિસીશકૃષ , નિચક્ષુ , ઉષ્ણ , ચિત્રરથ , સુચિરથ , વૃષ્ણિભાન , સુષેણ , યુનીથ , રુચ , નૃયક્ષુ , સુખીવલ , પરિપ્લવ , સુનય , મેઘાવી , નૃપુજય , મૃદ , તિગ્મ , વૃહદરથ , વસુદાન , શતીનિક , ઉદયન , વહીનર , દણ્ડપાણિ , નિરામિ , ક્ષેમક .
        શાંતનુની પહેલી રાણી ગંગાથી દેવવ્રત ભીષ્મ તથા બીજી રાણી સત્યવતીથી ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય થયા . ચિત્રાંગદથી ધ્રુતરાષ્ટ તથા વિચિત્રવિર્યથી પાણ્ડુ  ઉત્ત્પન્ન થયા , ધૃતરાષ્ટ ના દુર્યોધન વિગેરે  ૧૦૦ પુત્ર તથા પાણ્ડુથી કર્ણ , યુધિષ્ઠિર , અર્જુન , ભીમ , નકુલ , સહદેવ  વિગેર થયા,  યુધિષ્ઠિરની  રાણી દેવિકાથી  યોદ્ધેય , દ્રોપદીથી  પ્રતિવિમ્વ , સુતસોમ  ,  શ્રુતકીર્તિ  , શતાનિક , શ્રુતકર્માનો જન્મ થયો . અર્જુનની રાણી સુભદ્રાથી અભિમન્યુ અને અભિમન્યુથી પરીક્ષિતનો જન્મ થયો

અગ્નીવંશ
क्षत्रत्किल त्रयत इत्युद्र क्षत्रस्य शब्दों भुवनेषु रुढ:
राज्मेन किं कદ્વિपरीत वृते : प्राणैरुप कोशमलिन सर्वा:
       અર્થાત વિશ્વને  આંતરિક અને બાહ્ય અત્યાચારો જેવા કે , શોષણ , ભૂખ , અજ્ઞાન ,  અનૈતિકતા , અનાચાર તથા શત્રુ (દુશ્મન) દ્વારા પહોંચાડવામાં આવેલી જન-ધનના નુકશાનથી બચાવવાવાળો ક્ષત્રિય જ છે. આનાથી અલગ કાર્ય કરવાવાળો ક્ષત્રિય ના હોઈ શકે અને ના તે શાસન કરવા માટે અધિકારો ધરાવી શકે .                                                                      
પવાર અથવા પરમાર , ચૌહાણ અથવા  ચાહમાન , ચાલુક્ય અથવા સોલંકી તથા પ્રતિહાર –પઢિયાર આ ચાર વંશો ને ઇતિહાસકારો અગ્નિવંશીય માને છે.                                          ચન્દ્ર વરદાયીનો મત છે કે જ્યારે પરશુરામે  પૃથ્વીને ૨૧ વાર ક્ષત્રિય શૂન્ય કરી દીધી હતી ત્યારે રાક્ષસોએ ઋષિઓને સતાવવાનું શરુ કરી દીધુ હતું . આવા સમયે વશિષ્ઠ વિગેરે ઋષિયોએ આબુ પર્વત યજ્ઞ કર્યો અને ભગવાનને પ્રાથના કરી કે અમારી રક્ષા માટે એક શક્તિશાળી જાતિ ઉત્ત્પન્ન કરવામાં આવે . આમ થયા પછી આ યજ્ઞમાંથી ચાર અતિ શક્તિશાળી પુરુષો પેદા થયા .જેમણે પોતાના નામોથી ૪ (ચાર) વંશ ચાલુ કર્યા.
કવિ ધનપાલે ‘તિલક મંજરી’માં , ‘અવુલફ  જન્મ આઈને-એ-અકબરીમાં , કવિ યોધરાજે ‘હમ્મીર રાસો’ માં તથા કવિ પદમગુપ્તે ‘નવ સાહસિક ચરિત્ર’ માં આ વિષે પુષ્ઠિ કરી છે.
આ મત માનવાવાળા કહે  છે  કે જ્યાં આ યજ્ઞ થયો હતો  ત્યાં  ‘ક્ષત્રિય  અભિયંત્ર ‘ મઠ   હતો . આથી આ યજ્ઞમાંથી ઉત્તપન્ન થયેલા પુરુષો અગ્નિવંશી ક્ષત્રિયો તરીકે ઓળખાયા. દા.ત. જેવી રીતે મહાભારતમાં વર્ણિત દ્રૌપદી , ધૃષ્ટધુમ  તથા અંગીર ઋષિ વગેરેની  ઉત્પત્તિ પણ અગ્નિકુંડમાંથી થઈ છે.       જયારે દેશમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના પ્રચારકોએ અહિંસાનો પ્રચાર શરુ કર્યો તો તેનો લાભ વિદેશીયોએ ઉઠાવ્યો. હર્ષવર્ધન પછી દેશ નાના નાના રજવાડાઓમાં વિભાજિત થઈ ગયો. ત્યારે વિદેશીયોએ આ રજવાડાઓ ઉપર આક્રમણ કરવાનું શરુ  કર્યું . આથી દેશમાં તબાહી મચી ગઈ . આ સમયે ‘વશિષ્ટ પીઠ ‘ ના કોઇ ઋષિએ ક્ષત્રિયોનો  એક સંઘ બનાયો અને તે સંઘે વિદેશી આક્રમણકારોને ભગાડી દિધા તથા ફરીથી દેશમાં શાંતિની સ્થાપના કરી. ઉપરોકત  ચાર વંશ  કે જે અગ્નિવંશ કહેવાય છે , તે આ સંઘમાં સામેલ થયા.
ભવિષ્ય પુરાણમાં એવુ વર્ણન  આવે છે કે  જે સમયે બૌધ્ધ અને જૈન ધર્મોનો  પુર્ણત: વિકાસ થયો  તે સમયે વૈદિક ધર્મ નષ્ટ થવા લાગ્યો. આથી કાલ્પ- કુબ્જ બ્રાહ્મણોએ વેદવિધિથી અગ્નિ કુણ્ડ તૈયાર કરી ,  વૈદિક મંત્રોથી હવન કુણ્ડ માં  ‘બ્રહ્મ હોમ’ નામનો યજ્ઞ કર્યો હતો અને ઉપરોકત ચારેય  વંશો તેમાંથી દીક્ષિત થયા હતા.
ભિન્ન- ભિન્ન  ઇતિહાસકારોના મતાનુસાર ક્ષત્રિયોના વંશોનું વિવરણ આ પ્રકારે છે.
મહાકવિ કાલ્હણએ ‘રાજ તરંગીણી’માં ક્ષત્રિયોના ૩૬ વંશોની  વિસ્તૃત ચર્ચા કરી છે. ‘પૃથ્વીરાજ રાસો’માં વર્ણન છે કે,
वंश क्षत्रिय गनीजे भारी, च्वार कुली कुल तीन ,
सव सु जात जोनी भग ...ए ब्रह्मा अविशेष विसिष्पिए
      રવિ શશિ જાદવ વંશ , કુકુસ્થ  પરમાર  સદાકર ચાહુવાન ચાલુક્ય , છંદ સિલાર આમીયર દોયમત મકવાન , ગરુજ  ગોહિલ  ગોહિલપુત્ર ચાપોત્કટ પરિહાર , રાવ રાઠૌર શેસજુત દેવશ વંક સૈનવ અગ્નિ , યોતિક પ્રતિહાર દુધિષટ કારટટપાલ  કોરપાલ હંએ , હરિતટ ગૌર કલાવમદ ધન્ય પાલક નિકુમ્ભ વર , રાજપાલ કીવ નીસ કાલ છરક્કે આદિ હૈ વરને વંશ છત્તીસ .
        ઉપરોકત પદ્યનુ વિશ્લેષણ કરતાં લખવામાં આવ્યું છે કે , રવિ ,શશિ  અને જાદવ (યાદવ) વંશ નુ તો પુરાણોમાં વર્ણન છે પરંતુ તેમની ૩૬ શાખાઓ છે.
        આ સુચિમાં વર્ણિત વંશ શેસજુત , અનંગ , યોતિકા , દુધિષટ , કારટટપાલ , કોરપાલ , હરિતટ , કલાવમદ , ધાન્યપાલ , રાજપાલ આદિ આજકાલ મળતા નથી . આ  કાં તો વિલુપ્ત થઈ ગયા છે. અથવા તો પછી સ્થળ અને વ્યકતિ થી પ્રભાવિત થઈ ને  બીજ અલગ નામોથી ઓળખાય છે.   
છતીસ કુળની યાદી મતીરામના અનુસાર નીચે મુજબ છે. --
        સૂર્યવંશ ,  પેલવાર , રાઠોડ , લોહથમ , રઘુવંશી , કછવાહા , સિરમૌર ,  ગહલૌત ,     વઘેલ  ( વાઘેલા) , કરબા , સિરનેત , વૈસ , નિકુમ્ભ , કૌશિક , ચન્દેલ , યદુવંશ , માહિ , ત્રેમર , વનાકર , કાકન , હરિહોવંશ , ગહરવાર , કરમવાર , રૈકવર , ભદૌરીયા , શકરવાર , ગૌર , દાક્ષિત , બગ્વલિયા, વિશ્વેન , ગૌતમ , સેંગર , ઉદવાકિયા , ચૌહાણ , પડિહાર અને સુલંકી .
        કઈ ઇતિહાસકારો દ્વ્રારા પ્રકાશિત થયેલ વંશાવલી થી સંશોધન કરેલ ૩૬ કુળની યાદી નીચે મુજબ છે:-
“दस रविसे चन्द्रसे  द्वादस  ऋषि प्रमाण “
”चार हुतासन यज्ञ से यह छतीस कुल जान “

૧. સૂર્યવંશ :
          શાખાઓ –વિશેન વંશ , દોનવાર વંશ , રઘુવંશી , લૌહથમ (લોહતમિયા).
૨. ગ્રહલોત અથવા ગહલોત અથવા ગહલૌત –ગેહલોત
  શાખાઓ – ગોહિલ , સિસોદિયા , મહથાન , ચમિયાલ , કડિયાર અથવા મડિઔર ,ભોંસલા .
                     ગોરખાવંશ , સિન્ધિયા .  
૩. નિકુમ્ભ:
   શાખાઓ – શ્રીનેત અથવા સિરનેત , નરવની અથવા નરૌની , કટહરિયા .
૪. નાગવંશ:
   શાખાઓ – કર્કોટક (કાશ્મીર માં) , તક્ષક (પંજાબ તથા કાશ્મીરમાં) , ટાંક વંશ
             (પંજાબમાં) ,  પંચકર્પટ વંશ (પંજાબમાં) .
૫. યાદુ (યાદવ વંશ ) :
          શાખાઓ –યદુવંશ , ભાટીવંશ , હૈહય વંશ ,જાડેચા(જાડેજા) , કલચુરી વંશ યા
             કલચુરીયા વંશ
૬. રાઠૌર યા રાઠોડ વંશ  :
        શાખાઓ – રૈકવર , જાયસ , કૈલવાડ , સૂરવાર , દહિયા , મહરૌડ (મહારાઉલ) .
૭. ચહુવાન યા ચૌહાણ વંશ :
        શાખાઓ – હરડા , ખીંચી , ગોપલવાલ , ભદોરીયા , સિરોહી , રાજકુમાર .
૮. ગૌતમ વંશ :
        શાખાઓ – મૌર્યવંશ , કુણ્ડવાર યા કણ્ડવાર , ગૌતમિયા , ગોનિહા , અણ્ટૈયા .
૯. કછવાહા વંશ :
        શાખાઓ – નરવર , કછવાહા , શેખાવટી યા શેખાવત .
૧૦. પરમાર વંશ :
        શાખાઓ – ચાવડ યા ચાવગ , ડોડ (ડોડા)  ઉજ્જૈન , ગન્ધવરીયા, માલવીયા , ઢેકહા,
                        ભુઆલ ,
૧૧. પ્રતિહાર યા પરિહાર વંશ :
        શાખાઓ – ભુતહા , મલહજની .
૧૨. ચલુક યા ચાલુક્ય યા સોલંકી વંશ :
        શાખાઓ – બઘેલ(વાઘેલા) , ભરસુરીયા , તાતિયા , યા ટેટિહર , ભાલેસુલાન ,   
                    કાકનવંશ  .
૧૩. વૈસ વંશ : (રાજા વાસુ ના વંશરાજ વૈસ કહેવાયા)
        શાખાઓ – કોટવાહર વૈસ , કઠ  વૈસ , ડોડિયા વૈસ , ત્રિલોકચન્દી વૈસ ,
                   પ્રતિષ્ઠાપુરી(પ્રયાગ).
૧૪. ગૌડ વંશ :
        શાખાઓ – વૃહ્ન ગૌડ , ચમરગૌડ , ભટટગૌડ , ગૌડહર , અમેઠિયા.
૧૫. વડગૂજર વંશ : શાખાઓ –સિકરવાર .
૧૬. દીક્ષિત વંશ : શાખાઓ – નેવતની, દુર્ગવંશી , વિલખરિયા , કિનવાર .
૧૭. તંવર યા તોમર વંશ :
        શાખાઓ – રુણેચા , વેરુઆર , રૈકવાલ યા રૈકવર , રવાતિ , વિલદારિયા .
૧૮. સોમવાલ યા ચન્દેલ વંશ :
        શાખાઓ – ચમરકટે વંશ , મોહવિએ યા મહોવિયા વંશ.
૧૯. સિંગર વંશ : શાખાઓ – બરહયિયા .
૨૦. ગહરવાર વંશ : શાખાઓ –કર્મવાર , વુન્દેલા , માણ્ડા , ડૈયા.
૨૧. જિટ વંશ .
૨૨. સિલાર યા સુલાર વંશ
૨૩. વનાકર વંશ .
૨૪. ચાવડા વંશ .
૨૫. ડોડ યા ડોડા વંશ
૨૬. સોમવંશી યા ચન્દ્રવંશી :
        શાખાઓ – પુરુવંશ , કુરુવંશ , હરિદ્વાર ક્ષત્રિય વંશ , કૌશિક વંશ , જનવાર વંશ ,
                    પલવાર યા પાલીવાલ ભૃગુવંશ .
૨૭. દહિમા વંશ : શાખાઓ – પુણ્ડીર વંશ .
૨૮. દહિયા વંશ : શાખાઓ – સિરોહી વંશ .
૨૯. કાવ વંશ.
૩૦. બડવાલિયા વંશ.
૩૧. ઉદય વાલિયા વંશ .
૩૨. કોટપાલ વંશ .
૩૩. રાજપાલ વંશ .
૩૪. ધાન્યપાલ વંશ .
૩૫. રોસ જુત વંશ .
૩૬. અનંગ વંશ .
        આ યાદીમાં વર્ણિત કાવા , બડવાલિયા , ઉદય વાલિયા રાજપાલ , કોટપાલ ,
ધાન્યપાલ  , રોસ જુત વંશ જિટ , સિલાર , અનંગ વંશ હાલમાં નથી મળતા .આ વંશોની વંશાવલી અથવા રિયાસતોનું વર્ણન અપ્રાપ્ય છે. ચન્દ્રવંશના ઘણા બધા વંશોનું વિવરણ મલતું નથી.

ક્ષત્રિયો ની ઉપાધિયો: યા પદવીયો :

        ક્ષત્રિયોમાં સૌથી ઉંચુ રાજાઓનું પદ હતું. રાજાને પરમાત્માનું સ્વરૂપ માનવામાં આવતું હતું. રાજાઓને નરેશ , ભૂપતિ , મહીપ , મહીપતિ , રાજન્ય આદી નામોથી નવાજવામાં આવતા હતા. રાજાઓની પણ અનેક પદવીઓ હતી જેમ કે – રાજાણિરાજ , મહારાજ , મહારાજાધિરાજ , સમ્રાટ , ચક્રવર્તી સમ્રાટ કહેવામાં આવતા હતા.
        રાજાઓથી નાના સરદારોને સામંત , જાગીરદાર , જમીનદાર , કિલ્લેદાર , તથા ઠાકુર (ઠાકોર) કહેવામાં આવતા હતા. રાજાઓના પુત્રોને રાજપુત્ર , રાજકુંવર , રાજકુમાર કહેવામાં આવતા હતા. રાજાના ઉતરાધિકારીને યુવરાજ  કહેવાતો .
        ક્ષત્રિયોના નામની સાથે સિન્હ શબ્દ લગાવવામાં આવે છે. કારણ કે ક્ષત્રિયોને સિન્હની જેમ બળવાન માનવામાં આવે છે . સિંહની ઉપાધી ધારણ કરવાવાળા સૌથી પહેલા ક્ષત્રિય મહાત્મા બુદ્ધ થયા. જેમનુ બાળપણનું નામ  સિદ્ધાર્થ હતું અને તેમનું નામ સિદ્ધાર્થસિંહ તથા શાક્યસિંહ મળે છે.
       
        શાખ્યવંશી હોવાના કારણે જ શાક્યસિન્હ લખવામાં આવ્યું છે. તેમના પછી ઉજ્જૈન ના પરમાર રાજા વિક્રમાદિત્ય ના મંત્રી અમરસિન્હ કે જેઓએ ‘અમર કોષ’ની  રચના કરી હતી તેમનું નામ પણ મળે છે. તે આજથી ૨૦૦૦ વર્ષ પૂર્વે થયા હતા. તેમના પછી મહારાજા રૂદ્ર સિન્હ નું  નામ આવે છે. તેમનો સમય સને ૧૮૧ થી ૧૯૬ સુધી હતો. તે પછી માળવાના પરમાર રાજાઓમાં , મેવાડના ગહેલોત નરેશોં માં બારમી સદીમાં અનેક નામ મળે છે. આ પછી સિંહ શબ્દ નો પ્રચલન બધા ક્ષત્રિયોમાં થઇ જાય છે.

बिछडे बन्धु
      પરિસ્થિતિવશ મધ્યકાળ( મધ્યયુગ) માં ક્ષત્રિયોના કેટલાય વંશો રાજપૂતોથી અલગ થઈ ગયા છે. જેમાં ક્ષત્રિય તરીકે ઓળખાય છે.આ જ્ઞાતિઓ પૂર્વકાળમાં મારવાડ, મેવાડ તથા માળવા ને ગુજરાતની રાજપૂત જ્ઞાતિઓ હતી. તેમનાં રાજ્યો તૂટવાથી તેઓ ગુજરાતમાં આવીને વસ્યાં. પછી પાટણ તરફની વસ્તીમાં ભળવાથી તેઓ રાજપૂત મટી ઠાકોર કહેવાયા. ઠાકોર અપભ્રંશ ઠાકરડા થયો. મધ્ય ગુજરાતમાં વસતા ઠાકોરો સંવત ૧૬ના સૈકામાં આવીને મધ્ય ગુજરાતમાં વસ્યા. આમ તેઓ મૂળે તો રાજપૂતમાંથી છૂટી પડેલી જાતિઓ છે. તેઓ રાજપૂતોની અસલ અટકો લખાવે છે, પરંતુ પોતાને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે. પોતાની રીતિનીતિઓથી પદભષ્ટ થવાથી રાજપૂતોએ તેમની સાથેનો વ્યવહાર ત્યજી દીધો છે. આ ઉપરાંત કેટલાક રાજપૂતોએ  મુસ્લિમ ધર્મ અંગિકાર કરી લીધો છે. અને કેટલાક વંશોએ ઈસાઈ ધર્મ અપનાવી લીધો છે. બાબરએ જયચન્દ અને તેના પુત્ર ત્રિલોક ને મુસલમાન બનાવી દીધા તથા તેનુ નામ તાતારખાં રાખવામાં આવ્યું હતું.  



उपसंहार
        ક્ષત્રિય વંશાવળી લખવામાં અને વાંચવામાં જાતિવાદની ભાવના આવવી જોઇએ નહી. ક્ષત્રિય બન્ધુઓએ પોતાનો અતિતને જાણવા , એકજુટ થઈ અને રાષ્ટિય ભાવનાથી પ્રેરિત થઈને  દેશને એક સુત્રમાં બાંધવાનું કાર્ય કરવું જોઇએ. અથાગ પ્રયત્ન કરવા છતાં પણ ક્ષત્રિય વંશાવલી રૂપી સમુદ્રમાંથી માત્ર એક બુંદ મળી શકયું છે અને આને આપની સમક્ષ પ્રસ્તુત કર્યું છે. અગર જો ભાષા અને સંગ્રહિત વંશાવલીમાં કોઇ ત્રુટી કે કમી રહી ગઈ હોય તો  ભાઈઓ ક્ષમા ચાહુ છું. જે વંશોની જાણકારી મળી શકી નથી તે અંગે  જો કોઇ માહિતી હોય તો અવશ્યસહયોગ કરવા વિનંતી છે. જેથી તે અંગે વિસ્તાર કરી શકાય. ત્રુટીઓ અને ભુલચુક માટે હું આપ સહુની ક્ષમા પ્રાથના ચાહું  

ક્ષત્રિયોના ગોત્ર
  ક્ષત્રિય વંશાવલી ઉપર ઘણા ઈતિહાસકરો અને વિદ્વાનોએ મતાંતર અથવા એક મત થઈ ને ઘણું બધું લખ્યું છે. પરંતુ ક્ષત્રિયોના ગોત્ર ઉપર ખાસ કોઇ વિશેષ ધ્યાન આપ્યું નથી. વસ્તુત: વંશાવલી અને ગોત્ર બન્ને એક સિક્કાની બે બાજુ છે. જેવી રીતે સિક્કાની બન્ને બાજુ સાચી હોય તો જ સિક્કાની કિંમત થાય છે. એક બાજુ ખોટી હોય તો પણ સિક્કાની કિંમત રહેતી નથી. એવી જ રીતે ક્ષત્રિયોનો ઈતિહાસવંશાવલીથી પૂર્ણ થઈ જાય છે એવું નથી. આ માટે ગોત્ર ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. એમાં ખાસ  અધ્યયનની આવશક્યતા છે.
     ક્ષત્રિય વંશાવલીની પ્રામાણિકતા તેના ગોત્રથી જ થાય છે. ક્ષત્રિયોના ગોત્ર આપણને પ્રાચીન ઋષિઓના સંતાન હોવાનું પ્રમાણિત કરે છે. પ્રાચીન ગ્રંથ મહાભારતમાં ઉલ્લેખ છે કે વિશ્વની શરૂઆતમાં ફકત ચાર જ ઋષિ હતા:- અંગીરા , કશ્યપ , વશિષ્ઠ અને ભૃગુ. આ ચાર ઋષિ ચાર મૂળ ગોત્ર કહેવામાં આવે છે.

मूलगोत्राणि चत्वारि समूत्पनानि भारत:.
      अंगीरा कश्यप्श्चेन वशिष्ठों भृगुरेश्च”..
    આ ચાર ઋષિયોથી જ આર્યોની ઉત્પતિ થઈ. ગોત્ર ઋષિ સપ્તર્ષિયો માંથી કોઇ એક અથવા તેમના પુત્ર અથવા વંશજ હોય છે. ભૃગુ ઋષિનુ નામ સપ્તર્ષિયો માં આવતુ નથી. પરંતુ તેમના વંશજ જમદગ્નિ નુ નામ આવે છે. તેવી જ રીતે અંગીરા ઋષિના સ્થાને તેમના બે પૌત્રો ભારદ્વાજ તથા ગૌતમ ઋષિઓના નામ આવે છે. અત્રિ અને વિશ્વામિત્ર પણ સપ્તર્ષિઓ છે.
    આવી રીતે અત્રિ , વિશ્વામિત્ર , ગૌતમ , ભારદ્વાજ , જમદગ્નિ , કશ્યપ , વશિષ્ઠ આ બધા સપ્તર્ષિઓ છે. આ સપ્તર્ષિઓમાં પછીથી અગસત્ય ઋષિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા ગોત્ર ઋષિઓ વેદોની જુદી જુદી શાખાઓ ના પ્રવર્તક હતા.
    ચન્દ્રવંશીઓ ના ગોત્ર અત્રિ છે. કારણ કે , આ ક્ષત્રિયો ચન્દ્રના સંતાન છે અને ચન્દ્ર અત્રિ ઋષિનું સંતાન છે. સૂર્યવંશીઓની ઉત્પતિ વાલી ઋષિઓથી થઈ. જે વંશ જે ઋષિનું સંતાન છે તે ઋષિ તે વંશનું ગોત્ર કહેવામાં આવે છે. દા.ત. પરમાર વશિષ્ઠ ઋષિનું સંતાન છે . આથી તેમનુ ગોત્ર વશિષ્ઠ છે. વર્તમાન સમયમાં એક વંશ ના વંશજ અલગ-અલગ સ્થળોએ અલગ-અલગ ગોત્ર લખે છે. કેટલાય એવા વંશજ એવા છે કે જેમના ઉત્તર ભારતમાં અલગ તથા દક્ષિણ ભારતમાં ગોત્ર છે. પરંતુ તેઓ એક જ ઋષિના સંતાન છે. ક્યાંક કયાંક એક જ વંશ ની અનેક શાખાઓમાં અલગ – અલગ ગોત્ર જોવા મળે છે. ઉપરોકત પ્રશનોનો એક જ ઉત્તર છે.- ક્ષત્રિયો હજારો વર્ષો સુધી યુદ્ધમાં લિપ્ત રહ્યા. ઈ.સ. પૂર્વે તથા પછીના સમય દરમ્યાન સમગ્ર  ભારત વિદેશી આક્રમણકારીઓ સામે ઝજુમતો રહ્યો . મુસ્લિમ કાળ બધો જ સમય યુદ્ધકાળ કહેવામાં આવ્યો.
     આવાં ભીષણ આક્રમણો અને યુદ્ધમાં લિપ્ત રહેવાના કારણે  ક્ષત્રિયો ને દેશ , ધર્મ , સંસકૃતિ તથા પોતાના જીવનનું રક્ષણ કરવાનું કઠણ થઈ ગયું. એને પુર્વવત સ્થિતિમાં લાવવાની સમસ્યા ઉત્તપન્ન થઈ. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયુ હતું .દેશ ,ધર્મ અને સંસ્કૃતિ ને યથાવત કરવાનું ન હતું .તથા દેશ , ધર્મ , સંસ્કૃતિ , ક્ષત્રિય વંશાવલી અને ગોત્ર પરંપરા ખુબજ ભૂલ ભૂલામણીમાં પડી ગયાં. આવી વિષમ પરિસ્થિતિમાં જે ક્ષત્રિયો વંશો ને પોતાના ગોત્ર અને પ્રવર થી અજાણ રહ્યા તેઓએ પોતાના પુરોહિતો ના ગોત્ર ઉચ્ચારણ કરવા લાગ્યા. જેવી રીતે-
“ अथ मेषां मंत्र कृतो न स्यू: .
स पुरोहित प्रवरास्ते प्रवृणीरन “ .
            प्रवर- પ્રવર નો અર્થ –શ્રેષ્ઠ , વર્ણન કરવાલાયક અથવા આવાહન કરવા લાયક. વેદોમાં અગ્નિપૂજા ને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે. આ પૂજા ની સાથે એવા પૂર્વજ ઋષિયો ના કાર્યો નો ઉચ્ચારણ કરવામાં આવે છે કે જે અગ્નિ ને આવાહન કરતા હતા. આથી હવન કરતી વખતે પોતાના પ્રવરો ના નામ અગ્નિ દેવતા ને  બતાવવા પડે છે કે હું અમુક ઋષિ નો વંશ જ છુ. ગોત્ર ઋષિ ,પ્રવર ઋષિ તેઓના પ્રસિદ્ધ વંશ જ હોય છે. જેના નામ થી તે વંશની પ્રસિદ્ધિ થઈ. એક ગોત્ર ઋષિના સાથે એક , બે , ત્રણ અથવા પાંચ પ્રવર હોય છે. જે વંશના  જેટલા પણ પ્રવર હોય , યજ્ઞોપવીત માં એટલી જ ગાંઠો હોય છે. વૈદિક સૂત્રોની સંખ્યા નિશ્ચિત હોય છે. આથી પ્રવરોની સંખ્યા પણ નિશ્ચિત હોય છે. બોધાયન સૂત્રાનુસાર ગોત્ર તો હજારો હોય છે. પરંતુ પ્રવાર ફકત ૪૯ જ હોય છે.જે ઋષિયો એ વેદોની ઋચાની રચના કરી હતી તે પ્રવર ઋષિઓમાં અનેક ક્ષત્રિય સમ્રાટ પણ હતા. જેવા કે માન્ધાતા , અમ્બરિસ , યુવનાશ્વ , પુરુકુત્સ , વગેરે  સૂર્યવંશી સમ્રાટ હતા. તથા સુનક મત્ર , અજામિધ વગેરે ચન્દ્રવંશી સમ્રાટો હતા. પ્રવરાધ્યાયથી એવુ જાણવા મળે છે કે વૈદિક કાળમાં ઘણા બધા ક્ષત્રિયો બ્રાહ્મણ થઈ ગયા હતા અને આ રીતે ઘણા બધા બ્રાહ્મણો ક્ષત્રિય થઈ ગયા. કારણ કે એ સમયે જાતિ પ્રથા એટલી બધી કઠોર ન હતી. જેવી રીતે કણ્વ ઋષિ કે જે મહારાજા દુષ્યંત ના પુર્વજ હતા તથા ચંદ્ર વંશમાં જન્મ્યા હતા. પુરુકુત્સ  સૂર્યવંશી ક્ષત્રિય હતા પરંતુ બાદમાં બ્રાહ્મણ થઈને અંગીરસ સમુદાયમાં ભળી ગયા. મુદગલ ચન્દ્રવંશી ક્ષત્રિય હતા પરંતુ તેમના વંશજો હાલમાં બ્રાહ્મણો છે. વાયુ પુરાણમાં ચન્દ્રવંશી સમ્રાટ ગર્ગ નું બ્રાહમણ હોવાનુ વર્ણન મળે છે. વિશ્વામિત્ર પણ વૈદિક કાળમાં ક્ષત્રિય હતા. જેમના વંશજો હાલમાં કૌશિક ગોત્રના બ્રાહ્મણો છે. કારણ કે વિશ્વામિત્રનું બીજુ નામ કૌશિક હતું. ગોત્રના સબન્ધમાં સામાન્ય ધારણા એવી છે કે તેનાથી કોઇ એક પુર્વજ થી ચાલી આવતા વેલાનું જ્ઞાન થાય છે. બોધાયન ને ગોત્ર પ્રવરો ની નીચે જણાવેલ તાલીકા ને માન્ય કરી છે.
ક્રમ
ગોત્ર
પ્રવર ઋષિ
૧     
અગસ્ત્ય
અગસ્ત્ય , માહેન્દ્ર , માયોભુવ
૨     
અંગીરસ
અંગીરસ , બ્રાહસ્પત્ય , વશિષ્ઠ
૩     
કણ્વ
અંગીરસ , અજમીઢ , કણ્વ
૪     
અત્રિ
આત્રેય , આર્ચનાન , શ્યાવાશ્વ
૫     
કૌણ્ડિલ્ય (કૌણિડલ્ય)
મિત્રાવરુણ
૬     
કૌશિક
વિશ્વામિત્ર , દેવરાત , ઔદલ
૭     
કશ્યપ
કાશ્યપ , અવત્સાર , અસિત
૮     
ગૌતમ
ગૌતમ , વશિષ્ઠ , બ્રાહસ્પત્ય
૯     
વત્ય
જામદગ્ન્ય , અપ્તુવાન , યવન , ભાર્ગવ , ઔર્વ
૧૦    
જામદગ્ન્ય 
જામદગ્ન્ય , ઔર્વ , વશિષ્ઠ
૧૧    
મુદગલ
અંગીરસ , તાર્ક્ષ્ય , મૌદગલ્પ
૧૨    
વશિષ્ઠ
વશિષ્ઠ , ઈન્દ્રપ્રમદ , ભરદવસુ
૧૩    
ભારદ્વાજ
ભારદ્વાજ , બ્રાહસ્પત્ય , અંગીરસ
૧૪    
વાસુકિ
અનન્ત ,      અક્ષોભ્ય , વાસુકિ
૧૫    
વિશ્વામિત્ર
વિશ્વામિત્ર , દેવરાત , ઔદલ
૧૬    
શાણ્ડિલ
કશ્યપ , અવત્સાર , શાણ્ડિલ્ય 
૧૭    
શુનક
શુનક , સોનહોત્ર , ગાર્ત્સમદ
૧૮    
ગર્ગ
અંગીરસ , સૈન્ય , ગર્ગ
૧૯    
ગૌકર્ણ
ગોકર્ણ ઋષિ
૨૦    
હરિત
અંગીરસ , અમ્બરીષ , ચુવવાશ્વ:
૨૧    
વિષ્ણુ વૃદધ
અંગીરસ , પુરુકુત્સ , ત્રાસદસ્ય
૨૨    
કુત્સ
અંગીરસ , માન્ધાતા , કુત્સ
૨૩    
પરાસર
પરાસર , શક્તિ ,વશિષ્ઠ
૨૪    
પૂતિમાસ
અંગિરા , ઉશિજ , સૂવચોતથ્ય
૨૫    
માણ્ડવ્ય
ભૃગુ , તણ્ડિ , મત્સ્યગન્ધ
૨૬    
કપિલ
વિષ , વૃષાર્વા
૨૭    
શૌનક
ધર્મવૃદધ , ગુત્સમદ , શુનક યા શૌનક
૨૮    
યાજ્ઞવલ્ક્ય
પતિર્ણન , વીર્ણિન
૨૯    
વ્યાસ
પેલ , વાષ્કલ , સન્યશ્રવસ
૩૦    
લોમસ
કાલશિખ , ગોરવૃષા કૈલાપ
૩૧    
પુલત્સ્ય
પુલત્સ્ય , વિશ્વ , શ્રવસ , દભેલિ
૩૨    
મંકિન
મંકિન , મેંકણક , કેંણ
૩૩    
દુર્વાસા
દુર્વાસા , આત્રેય , દત્તાત્રેય
૩૪    
નારદ
નારદ , કાણ્વ , પર્વત , નારદિત્ર
૩૫    
પ્રહલાદ
વિરોચન
૩૬    
વકવાલ્ભ્ય
ગ્લાવમૈત્ર , દાલભ્ય

ઉપસંહાર

  આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવું , તેમની મર્યાદાનુસાર આચરણ કરવું અને તેમણે બતાવેલા માર્ગ પર ચાલવુ એ આપણો નૈતિક ધર્મ છે.
  
ક્ષત્રિયો સાથે ઈતિહાસકારોનો અન્યાય

        ભારતનો ઈતિહાસ મુખ્યત્વે , શરુઆતમાં વિદેશી ઈતિહાસકારો  કે જેઓ , ભારત પર નિરંતર આક્રમણ કરવાવાળી જુદી જુદી જાતિઓના  સમુદાયના હતા અથવા તેમના દાસ કે ગુલામ હતા . તેઓએ લખ્યો. કે  જેઓ ભારતના ઈતિહાસથી બિલ્કુલ અજાણ હતા. તેમજ તેઓને ભારતની પરંપરાઓ , રીતરીવાજો કે  સંસ્કૃતિની જરાપણ ખબર ન હતી. આવા વિદેશી આક્રમણકારીઓ ના કથનોને આધાર બનાવીને  અથવા તેમાં જોડ તોડ કરીને આપણા ઈતિહાસ કારોએ પણ , વસ્તુ –સ્થિતિના ઉંડાણમાં ગયા વગર , અવનવા ભાવ પરોવીને જે કઈ પણ લખ્યું  છે , ખાસ કરીને પ્રાચીન ઋષિઓ તથા મધ્યકાલીન ક્ષત્રિયો વિષે , જે આપણા ઈતિહાસ સાથે એક અન્યાયકારી  અધ્યાયની શરુઆત છે.
       
        ઇતિહાસકારોએ રાજપૂત વંશો વિષે એવું લખ્યુ છે કે તેઓ પ્રાચિન ક્ષત્રિયોના સંતાનો નથી. ત્યાં સુધી કે ચન્દ્રગુપ્ત મૌર્ય , મહાન અશોક , સમુદ્રગુપ્ત , સમ્રાટ હર્ષવર્ધન વિગેરે જેવા મહાન વીર સપૂતોને ક્ષત્રિયો માનવામાં આવ્યા નથી. એવું જ નહી રાજપૂતકાળની શરૂઆતમાં જે વીર બંકા પરિહારોએ હર્ષવર્ધનથી પણ વધારે મોટુ સામ્રાજ્ય  ‘ આસેતુ હિમાલય ’ કર્યું હતુ , અને તે સામ્રાજ્યનો સમય પોણા બસો(૧૭૫) વર્ષ રહ્યો હતો , તેઓને પણ વિદેશી શક – હૂણ વિગેરેના સંતાનો  કહેવામાં આવ્યા છે. આવા ક્ષત્રિયોની સંખ્યા પુરા ભારતભરમાં કરોડોમાં છે. તેટલુ જ નહી આ ઉપરાંત અફઘાનિસ્તાન , પાકિસ્તાન , બાંગ્લાદેશ , બર્મા , તિબેટ વિગેરે દેશોમાં આ ક્ષત્રિયો હજારો વર્ષોથી વસવાટ કરેછે. હજારો શિલાલેખ , સેંકડો ભયંકર યુદ્ધો , જળ પ્રલય , દુર્દાંત , આક્રમણકારીયોની ક્રુર બર્બર યાતનાઓ, દ્વારા આપણી સાંસ્કૃતિક ધરોહરો , વિશ્વવિદ્યાલયો અને પુસ્તકાલયો નો વિધ્વંસ કરવામાં આવ્યો હોવા છતાં આજે પણ આપવીતી કરી રહ્યા છે. આમ છતાં આવા કરોડો ક્ષત્રિયોના વારસાગત પ્રાચિન દાવાઓને ધુળ ધાણી , તર્ક વિતર્કોથી આચ્છાદિત કરી ફકત તેમની પ્રાચિનતાને જ નહી , પરંતુ તેઓના સાંસ્કૃતિક અસ્તિત્વને પણ ઉંડો આઘાત પહોંચાડ્યો છે.

     ઇતિહાસકારોએ ભારતની ભૂમિમાંથી શક અને હૂણોને બહાર તગેડી મુક્યા હતા એવા મહાન સમ્રાટ વીર ચન્દ્રગુપ્તને પણ ક્ષત્રિય  ગણ્યા નથી.  દુનિયાની દરેક ભાષા અને જાતિનું સાહિત્ય તેના ઇતિહાસનો ધરોહર છે.  એ સત્ય છે કે ઇતિહાસકાર સમાજનો સર્જનહાર હોય છે. આથી તેણે યથાર્થ અને કલ્પના ચક્ર પર સાહિત્ય રચના  કરવી પડે છે. પરંતુ ખુબજ મહત્વપુર્ણ ગ્રામિણ સાહિત્ય સત્યમ શિવમ સુન્દરમ ની આધારશીલા પર ટકી છે. જયશંકર પ્રસાદએ ચન્દ્રગુપ્ત નાટકમાં ચન્દ્રગુપ્તને ‘ પરમાર ‘ ક્ષત્રિય પુરાણોનો હવાલો આપીને વિસ્તૃત ચર્ચા કરી છે. આવી રીતે ચન્દ્રગુપ્તનો વિવાહ લિચ્છવી વંશની રાજકુમારી કુમારદેવી સાથે થયો હતો . જે ભારતીય નેપોલિયન સમ્રાટ સમુદ્રગુપ્તની માં હતી. સમુદ્રગુપ્તએ પોતાની સ્વર્ણ મુદ્રઓ પર પોતાને લિચ્છવીયોની જાતિ તરીકે ઓળખાણ આપી છે. यथा लिच्छवी दोहित्र: ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્ય નો વિવાહ નાગવંશીય ક્ષત્રિય રાજકુમારી કુબેરનાગા સાથે થયો હતો. तंत्रो कामद्क નામના ગ્રંથ મુજબ મહારાજા એશ્વર્યપાલ ઈક્ષ્વાકુ વંશી હતા અને તેમનો ઉદભવ ગુપ્તવંશથી થયો હતો. બૌદ્ધ ગ્રંથોમાં પાલવંશી શાસકો , કે જેની સ્થાપક ગોપાલ  હતા .જે સૂર્યવંશી કહેવાય છે. તેમની રાજધાની મુંગેર હતી . પ્રતિહારોનો પ્રભાવ અસ્ત થયા પછી પુરા મગધ પ્રદેશ ( બિહાર ) પર બંગાળના પાલવંશી શાસકોનુ શાસન થઈ ગયુ હતું. ધર્મપાલના પુત્રએ ભાગલપુર પાસે વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. જેના અવશેષો હાલના ખોદ્કામ દરમ્યાન મળી આવ્યા છે. 

294 ટિપ્પણીઓ:

«સૌથી જૂનું   ‹વધુ જૂનું   294 માંથી 201 – 294
Unknown કહ્યું...

Batiya e koli che,ane temne te mate garv levo joyiue

Unknown કહ્યું...

Bariya e koli che,te j sachu che

Unknown કહ્યું...

Bariya e koli ma aave che

Unknown કહ્યું...

ઠાકોર e કોળી સમાજ ની surname Che, ane te j sachu che

Unknown કહ્યું...

અનોડિય રાઠોડ e કોળી છે,પણ ઠાકોર પણ લખાવે છે,ઠાકોર e કોળી સમાજ ની surname Che,

Unknown કહ્યું...

મહિય e mul gopkul me રબારી ભરવાડ કે આહીર જેવી યદુવંશી khatriya સમાજ છે,તે ૧૬ મી સદીમાં મહિયા સમાજ માં અવતાર પામ્યા

Unknown કહ્યું...

ઓડ e khatriya સમાજ છે અને તેવો રબારી સમાજની જેમ યદુવંશી khatriya છે

Unknown કહ્યું...

બહરપડા e કોળી છે,અને તે j સાચું છે

Unknown કહ્યું...

ચૌહાણ e દરેક સમાજ અને બધી j khatriya સમાજ ની અટક છે,જે કોળી(ઠાકોર) ચૌહાણ રાજપૂત અને યદુવંશી નું કામ કરતા e ચૌહાણ કોળી(ઠાકોર) કહેવાય છે

Unknown કહ્યું...

ઠાકોર e કોળી caste Che ane te j sachu che

Unknown કહ્યું...

કોળી e khatriya નથી તેવો કુશક કે કિસાન છે તે સાચું છે

. કહ્યું...

Thakur e koli che, rajput alag jat che

. કહ્યું...

Thik or ane koli e 2 ek che, ane rajput ane yaduvansio ek che

. કહ્યું...

Bhai, mane javab aapo rabari e khatriya che ke nahi?

. કહ્યું...

ભાઈ ક્ષત્રિય સમાજ કોને અને કઈ જ્ઞાતીઔને કહેવાય છે.?

. કહ્યું...

કોળી એ ક્ષત્રિય ખરા, પણ રાજપુત નથી, ક્ષત્રિય સમાજ હજારો છે, પણ રાજપુત એક જ છે

. કહ્યું...

હીરા એ ક્ષત્રિય રબારીઓ ની માતા છે

. કહ્યું...

હીગરાજ એ ક્ષત્રિય રબારીઓ ની માતા છે

. કહ્યું...

ઠાકોર એ કોળી માથી અલગ પડેલી છે

. કહ્યું...

રબારીઓ એ રાજપુત માથી, ભરવાડો એ આહીર માથી, ઼અને ઠાકોર એ કોળી માથી અલગ પડેલા સમાજ છે, ભવાનભાઈ આ સાચું છે

. કહ્યું...

વાઘરી એ ઼ક્ષત્રીય છે તે જ ૃસાચુ છે

. કહ્યું...

Badiya e koli che, tame rajput nahi pan koli kahevavo

. કહ્યું...

રાઠોડ એ રાઘવ વંશી ક્ષત્રિય છે,દરેક જુદા જુદા સમાજ માં રાઠોડ છે. હરીજન, રાજપુત, કાઠી, ઠાકોર (કોળી) આજણા ચૌધરી, જાટ, રબારી દેસાઈ, આહીર, ભરવાડ, કડવા કણબી, કારડીયા કણબી રાજપુત, નાદોડા પટેલ રાજપુત, વગેરે મા છે, આ સિવાય વિધરમી મા રાઠોડ છે

ARVIND Chauhan કહ્યું...

હા ઇતિહાસ માં ઉલ્લેખ છે ધારાળા કોળી તરીકે એવું સાંભળ્યું છે જોબનપગી ભાવનગર જિલ્લાના ઉગામેડીના હતા એવું પણ લોકવાયકા માં સાંભળ્યું છે વધારે જાણવું હોય તો ઉગામેડી ગામના બારોટો નો સંપર્ક કરો

ARVIND Chauhan કહ્યું...

વેલનાથ બાપુ જુનાગઢ ના ચુવાલીયા કોળી પરિવાર મા થય ગયા હતા એવો ઉલ્લેખ છે

MR.GOHIL કહ્યું...

જય માતાજી જય શ્રી કૃષ્ણ ��
બનાસકાંઠા માં રજપુત ને રાજપુત કરતાં નીચા ગણવામાં આવેછે રજપૂતો ના વહુ દીકરી ઓ ખેતરમાં કામ કરે છે મજુરી કરેછે અને બહાર જવાની છુટ છે જયારે રાજપૂત દરબાર ના વહુ દીકરીયુ ઘરમાંજ રહે છે તો અને હવે રજપુતો રજપુત ને બદલે રાજપૂત લખાવે છે એમનું કહેવું છે કે અમ દરબારો ના ભાયાત છે અમે અમારી પરિસ્થિતિ ને અનુસાર ગરીબી ના લીધે અમારા વહુ દીકરી ને ખેત મજુરી કરવાની છુટ આપી દીધી તો શુ આ સત્ય છે

MR.GOHIL કહ્યું...

જયમાતાજી
દરબાર માં દીકરી ના પુનહ લગ્ન નથી થતા અને રજપૂત રાજપૂત મા થાય કે નહી તે જણાવવાશોજી

Thakor કહ્યું...

પાટણવાડિયા ઠાકોર વિશે થોડી માહિતી આપવા વિનંતી🙏🙏

Unknown કહ્યું...

જયમાતાજી

Thakor કહ્યું...
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
Thakor કહ્યું...
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
. કહ્યું...

સાચું જ કહે છે.

. કહ્યું...

36 khatriya kul mathi rabari samaj ma ketli surname aave

Unknown કહ્યું...

ગુજરાત ની વણકર સમાજ નો ઈતિહાસ જણાવો

Unknown કહ્યું...

બાપુ હમારા પૂર્વજો પાવાગઢ થી આવેલા છે બારોટ ના ચોપડે ચૌહાણ લખાય છે અને અમારું કુટુંબ બારીઆ તરીકે ઓળખાય છે દેવગઢ બારીઆ રજવાડુ પણ અમારા કુટુંબી જનો છે એમ બારોટ કહે છે બારીઆ કેમ કહેવાય કોઈ પાવાગઢ અથવા તો દેવગઢ બારીઆ નો ઇતિહાસ જણાવજો

Unknown કહ્યું...

સગર સમાજ નો ઈતિહાસ વિષય જાણકારી આપોને અને સગર સમાજ ક્ષત્રિય છે કે નહીં તેની જાણકારી આપો

Unknown કહ્યું...

સગર સમાજ નો ઈતિહાસ વિષય જાણકારી આપવા વિનંતી અને સગર સમાજ ક્ષત્રિય છે કે નહીં તેની જાણકારી આપો

Unknown કહ્યું...

મકવાણા ના બારોટ કોણ છે

Unknown કહ્યું...

7069939464

Unknown કહ્યું...

રાઠોડ વ્યકતિ એ રાઠોડ મા લગ્ન કર્યા છે,, તૌ શુ એવું થાઈ સકે ,રાઠોડ મા અલગ અલગ પ્રકારના રાઠોડ આવે ખરાં?જો આવે તૌ માહીતી આપવા વીનન્તી?અને લગ્ન કારી સકાય ખરાં??મે જોયા છે ચૌહાણ માં ચૌહાણ જોડે પણ લગ્ન કર્તા જોયા 6,,આપ બાપુ ખાલી રાઠોડ નું જણાવો જી બાપુ ?જલદી થિ

Unknown કહ્યું...

Like it

તેજાભાઈ મકવાણા કહ્યું...

જય માતાજી...
શું. આપ. મને મદદ. રુપ. બનતો. જો. રજા હોયતો

Unknown કહ્યું...

Hindu Baria kshyatriya વિશે ની જાતિ,ગોત્ર અને અન્ય જાનકારી ઈતિહાસ આપવા વિનંતિ.
આભાર

Unknown કહ્યું...

આદિવાસી નો અર્થ સમજાવશો અને વર્ણ વ્યવસ્થા સાના આધાર ઉપર છે એ જાણી શકું જન્મ કે કર્મ

Unknown કહ્યું...

હમે વીરો શૂરવીરો નું સન્માન કરીએ છે અને કરીશું અને અમાં જણાવ્યા અનુસાર 90% ભારત નો ઇતિહાસ ક્ષત્રિય ના કારણે છે તો આ બાબત સાથે સહમત નથી ભારત નો ઈતિહાસ અનેકો લોકોના બલિદાન અને સમર્પણ ના કારણે છે

Vasavada Ishu કહ્યું...

સગર રજપૂત વિશે જણાવવા વીનંતી

. કહ્યું...

Rathod ane rathod vachhe lagan na thayi sake, banne bhai bahen kahevay, rathod e rathod ni chokari na lavi sake,

. કહ્યું...

ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી.

ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે. જેમકે ઠાકોર, પાલવી ઠાકોર, ઠાકરડા ,પાટણવાડીયા ,ધારાળા (તળપદા) ,બારૈયા ,ચુવાળીયા, ઠાકોર, વગેરેને સામાજિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.

. કહ્યું...

ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી.

ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે. જેમકે ઠાકોર, પાલવી ઠાકોર, ઠાકરડા ,પાટણવાડીયા ,ધારાળા (તળપદા) ,બારૈયા ,ચુવાળીયા, ઠાકોર, વગેરેને સામાજિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.

. કહ્યું...


ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી.

ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે. જેમકે ઠાકોર, પાલવી ઠાકોર, ઠાકરડા ,પાટણવાડીયા ,ધારાળા (તળપદા) ,બારૈયા ,ચુવાળીયા, ઠાકોર, વગેરેને સામાજિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.aam aapna bap dada koli hata. Ane aapne koli chiye. Khatriya khara, pan rajput nahi.

Unknown કહ્યું...

જય માતાજી બાપુ
ગાંધીનગરમાં વસતા રાઠોડ ક્યાં રાઠોડ છે
અમારુ સ્ટેટ્સ ભારતમાં રાજસ્થાન કનોજગઢ લાગે છે
અને ગુજરાતમાં ઈડર લાગે છે આ બારોટજી દ્વારા
જાણવા મળ્યું છે તો હું આપણા દ્વારા આગળનો ઈતિહાસ
જાણવા માંગુ છુ

Unknown કહ્યું...

કોળી રાજપુત સમાજ મા અત્યાર સુધી મા કેટલા મહાન રાજા થય ગયા છે ?

Unknown કહ્યું...

જય માતાજી સીતવાડા ગામ સુયઁવંશી રાઠોડનો ઈતિહાસ રાવ ભાખરસિંહજી પૉંતિજ અને નવ જાગીરી રાઠોડ મા ક્યા ક્યા ગામ આવે છે તેની વિસ્તૃત માહિતી હોય તો કોમેન્ટ મા જણાવજો

Unknown કહ્યું...

જાદવ અટક નો ઇતિહાસ જણાવશો

Unknown કહ્યું...

સાબરકાંઠાના સીતવાડા ગામ સુયઁવંશી રાઠોડનો ઈતિહાસની માહિતી હોય તો કોમેન્ટ મા જણાવજો.

Unknown કહ્યું...

ચૂવાડ 84 વિશે ની વિસ્તૃત માહિતી આપવા વિનંતી.

sachin patil કહ્યું...

જય ભવાની,જય શિવાજી 🙏🙏

. કહ્યું...

ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી.

ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે. જેમકે ઠાકોર, પાલવી ઠાકોર, ઠાકરડા ,પાટણવાડીયા ,ધારાળા (તળપદા) ,બારૈયા ,ચુવાળીયા, ઠાકોર, વગેરેને સામાજિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.

Unknown કહ્યું...

ભાઈ અમે ક્ષત્રિય ઠાકોર (રાઠોડ) છીએ અમારી કુળદેવી હીગળાજ માં સે સુ તમે આમારો ઇતિહાસ જણાવશો

. કહ્યું...

Rambhavat tare ketli bheso ane gayo se, tame koli so, to rajput kem kaho so, rajput and thakor e alag se, thakor e koli ma aave,

. કહ્યું...

Darek samaj no itihas hoy se, te pan vir ras thi bharelo, pan tamara thakor ma ketla vir thaya, thakor kahyu, rajput ke bijo kshtriya samaj nahi, ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી.

ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે. જેમકે ઠાકોર, પાલવી ઠાકોર, ઠાકરડા ,પાટણવાડીયા ,ધારાળા (તળપદા) ,બારૈયા ,ચુવાળીયા, ઠાકોર, વગેરેને સામાજિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.aa samaj kayo se, 1 examples aapo, mane vadhare joyita nathi, 1 example

WorldBook કહ્યું...

બાપુ તમે એક સંપુર્ણ ઈતિહાસથી ભરપૂર પુસ્તક સમાન છો..
જય માતાજી

Unknown કહ્યું...

વંશવેલો કેવી રીતે જોવાય રાઠોડ કુળ માટે વડોદરા તાલુકાના સાવલી માટે જણાવશો.

KISHANSINH ZALA BAPU💪 કહ્યું...

😂CMENT વાંચી ને મજા આવી ગઈ
કેટલા છે આવા કેટલા એમને પણ રાજપૂત ક્ષત્રિય થઇ જવું છે
એમ થોડા થવાય અત્યારે જે છો એ પેલા પણ એ જ હતા તમે બધા ચોખી વાત કોળી ક્ષત્રિય માં ના આવે😡

કિશનસિંહજી ચેહરસિંહજી મકવાણા(ઝાલા.રાણા)માં શક્તિ 🙏
ઠી.નવાનગર

. કહ્યું...

ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી.

ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે. જેમકે ઠાકોર, પાલવી ઠાકોર, ઠાકરડા ,પાટણવાડીયા ,ધારાળા (તળપદા) ,બારૈયા ,ચુવાળીયા, ઠાકોર, વગેરેને સામાજિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.

. કહ્યું...

ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી.

ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે. જેમકે ઠાકોર, પાલવી ઠાકોર, ઠાકરડા ,પાટણવાડીયા ,ધારાળા (તળપદા) ,બારૈયા ,ચુવાળીયા, ઠાકોર, વગેરેને સામાજિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.aam aa samaj koli se, jena juda juda fata se,

. કહ્યું...

Bhavansinh tame su khotu felavo so, koli e bhil ne jem alag samaj se, pan bhil rana ne vafadar hata, tame chor lutara hata, je koli potane kshatriya thakor kahe se, te chor lutara no vansaj hata, bakina koli nahi, ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી.

ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે. જેમકે ઠાકોર, પાલવી ઠાકોર, ઠાકરડા ,પાટણવાડીયા ,ધારાળા (તળપદા) ,બારૈયા ,ચુવાળીયા, ઠાકોર, વગેરેને સામાજિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.

. કહ્યું...

કિશનસિંહજી ચેહરસિંહજી મકવાણા(ઝાલા.રાણા)માં શક્તિ 🙏
ઠી.નવાનગર ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી.

ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે. જેમકે ઠાકોર, પાલવી ઠાકોર, ઠાકરડા ,પાટણવાડીયા ,ધારાળા (તળપદા) ,બારૈયા ,ચુવાળીયા, ઠાકોર, વગેરેને સામાજિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.aam aa samaj koli se, jena juda juda fata se,tame pan aama j aavi so, kishanji makvana(thakor)

Koli Rajesh કહ્યું...

કોલીય વંશ નો ઇતિહાસ નથી એ આપો એ પણ એક xtriy જ છે bhavansinh જી

Unknown કહ્યું...

બલોધણા રાઠોડ ઠાકોર નો ઇતિહાસ આપો ને ભાઈ

Unknown કહ્યું...

બલોધણા રાઠોડ ઠાકોર નો ઇતિહાસ આપો ને ભવાન સિંહ જી

Unknown કહ્યું...

તમે કોલિય રૂષિ ની વાત કરો છો જ્યારે ઈશરદાન ગઢવી નું કહેવું છે કે જેમણે ગુરૂ વસિષ્ઠ ના આદેશ થી પોતાના કુળનું પરિવર્તન કર્યું એ લોકો કોળી કહેવાણા.. તો આમાં સાચું શું?

Unknown કહ્યું...

Solanki rajput e chansma na kamboi ma se,Banaskantha na kaboi ma koli samaj se.khotu kem lakho so.

Unknown કહ્યું...

Kalri thi solanki rajput e chansma na kamboi ma aavya se,

Unknown કહ્યું...

Jay bhavani

અજયસિંહ બારીઆ કહ્યું...

બારીઆ સમાજ એ કયા વંશ નો હિસ્સો છે
અને બારીઆ સમાજ ને ક્ષત્રિય કહેવાય કે નહીં
અને જો બારીઆ સામાજ ક્ષત્રિય સમાજ નહીં તો વંશ
નહીં તો કયા સમાજ માં આવે

Devraj કહ્યું...

મુળી ના પરમાર એક સાખ,તડવી, મૂળી ના પરમાર મૂળી થી પાવાગઢ વસ્યા ને મુસલમાને પાવાગઢ ભાગ્યો તે દાડે નર્મદા તટે આવી વસ્યા ને આદિવાસી ના ઘરનું પાણી પીધું ને વટલયા તડવી સાખ પડી આગામ જમાના માં આદીવાસી તડવી વળવી કઠારીયા ટેતરિયા ધાનકા નામના આદિવાસી ના ઘરનું પાણી પીધું ને વટલયા માટે તડવી સાખ પડી અસલ સાખે પરમાર કુળ ઊંચામાં ઊંચું કુળ છે રાજા વીર વિક્રમ સાખે રાજપૂત પરમાર ના કુળ ના છીએ (સાખ)→( તડવી પરમાર )મો,8320408714

Unknown કહ્યું...

બ્રહ્મક્ષત્રિય એટલે શું ? આને જાતિ કહેવાય કે કુળ કહેવાય કે ગોત્ર કહેવાય ?


Unknown કહ્યું...

દાહોદ જિલ્લામાં પરમાર,સોલંકી,રાઠોડ,ચૌહાણ તરીકે જે સમાજ છે. જે પેટા જ્ઞાતિ તરીકે પટેલીયા તરીકે પ્રમાણપત્રમાં દર્શાવેલ હોય છે. આ વિશે કોઈ માહિતી હોય તો તે અંગે માહિતી આપવા વિનંતી...
દાહોદ જિલ્લાના પરમાર વિશે કોઈ માહિતી હોય તો માનસર નમ્ર વિનંતી...
અહી પરમાર અટક ધરાવતા હોય તેમાં ધારવીયા, પીપળીયા, શાક, ચૌતરિયા,જેવી શાખ ધરાવે છે. માય જ્યોત તરીકે માં હિંગળાજ માતાજી ની પૂજા કરવામાં આવે છે.
આ બાબતે વિશેષ કોઈ માહિતી હોય તો જણાવવા વિનંતી છે..

Unknown કહ્યું...

ભવાનજી ઠાકોર એ અગ્નિવંશી છે.?

Unknown કહ્યું...

મોલેસલામ શબ્દ મોહરા ઇસ્લામ શબ્દ પરથી આવ્યો છે, જેનો અરબીમાં અર્થ થાય છે ઇસ્લામની મોહર. તેઓ રાજપૂતોના વંશજ છે જેઓ અહમદશાહ બાદશાહના શાસન દરમિયાન ઇસ્લામમાં પરિવર્તિત થયા હતા. મોલેસલામ બ્રિટિશ શાસન દરમિયાન મુખ્યત્વે કાઠિયાવાડમાં ઓગણીસ રાજ્યોના શાસકો હતા. તેમની સંખ્યાબંધ કુળો છે, જેમાં મુખ્ય રાઠોડ, રાણા, ગોહિલ, મહિડા, વાઘેલા, સિંધિયા, રાવલ, ભાલાવત, સોલંકી, પરમાર, ચૌહાણ અને ચાવડા છે. મુખ્યત્વે મોલેસલામ ગરાસિયાઓ ભાલમાં જોવા મળે છે જેમાં પાદરા, ઈન્દ્રનાજ, વારસડા, પાંદડ, ગામો તેમજ આણંદ જિલ્લાના નાપાડ અને નાપા ગામો અને વડોદરા, નર્મદા, ભરૂચ જિલ્લાના ગામો, વડોદરાથી રાજપીપળાના વિસ્તારનો સમાવેશ થાય છે જે 'ના નામે પણ ઓળખાય છે. Mevas', અટક સાથે “રાઠોડ”.

રભાતર પરમાર. કહ્યું...

અમે દરબાર છીએ પણ ઓબીસી માટે અમે ક્ષત્રિય ઠાકોર લખાયેલું છે. આમતો સ્થાનિક લોકો દરબાર જ કે છે પણ બહાર ના શહેર માં લોકો અમને પરમાર રાજપૂત ગણે છે.બારોટ ના ચોપડે જગદેવ પરમાર ના વંશજ ગણેલા છે. અને રાજપૂત તો ઓબીસી માં નો આવે તો અમે શું કેવાઈએ દરબાર, ઠાકોર, કે રાજપૂત. મદદ કરવા વિનંતી
અમને તો બસ આ ઓબીસી આવીએ એજ નડે છે. લોકો કહે કે તમે તો ઓપન માં આવો. યોગ્ય માહિતી આપવા વિનંતી

Unknown કહ્યું...

અમે અત્યારે ગુજરીયા કોલી છયી‌ અમારા બારોટ ના ચોપડે સોઢા પરમાર રાજપૂત લાખેલુ છે તોઅમે દરબાર કેવાઈકે

Unknown કહ્યું...

અમારા બારોટ ચોપડે સોઢા પરમાર રાજપૂત ‌છે અને અમે અત્યારે ‌કોલી ગુજરીયા‌ છીએ તો અમે ‌‌ક્ષત્રીય માં આવી રે કે

Unknown કહ્યું...

બાપુ આટલી માહિતી આપની પાસે છે એ ગર્વ ની વાત છે. તમારું જ્ઞાન આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ.
હું કાંકરેજ તાલુકા ના કંબોઈ ગામ નો વતની છું.
કંબોઈ ના સોલંકી વંશ નો ઇતિહાસ જણાવજો.

Unknown કહ્યું...

Naresh Parmar હાલ અમે ત.કોળી મા આવીજ.પણ જુનો ઈતીહાસમા અમે અ‌ગનીવંસ મા બારોટ ના ચોપડે નોંધાઈ છે. ઓરીજનવ ચોપડો પણ છે ૩ પેઢી થી ત.કોળી માંજ વારસો ચાલુ છે

Barad karansinh કહ્યું...

Ame mahesana ma avela barad (parmar ) sie ame lakhavama ઠાકોર lakhavie sir pan ame rajput ma j avie darbar pan kevaeye

Pan mota bhagna rajput thakor ne koli j gane se
Jay bhavani 🙏🙏

Unknown કહ્યું...

અમારી જ્ઞાતિ વિષે આપની પાસે માહીતી હોય આપવા વિનંતિ છે અમે મચ્છુ કઠીયા સઈ સુતાર જ્ઞાતિ તરીકે અત્પારે ઓળખાય એ છીએ

. કહ્યું...

Jay માતાજી

Unknown કહ્યું...

અમારી જ્ઞાતિ અત્યારે ઠાકોર લખાય છે અને હાક ભાદરિયા પરમાર અમારી વતન ગામ મોટી રોબસ ડીસા બનાસકાંઠા માં છે અમારા બારોટ ના ચોપડે અમે મુળી પરમાર છીએ તો ભાદરિયા પરમાર નો ઈતિહાસ હોય તો જણાવો

જગદીશજી ઠાકોર કહ્યું...

Bapu ame rajsthan ma આવેલા સિરોહી ના વતની છીએ અને અમે હાલ bansakantha માં આવેલા અંબાજી નજીક આવેલ દાંતા તાલુકા મં રહીએ છીએ અમારો ઇતિહાસ ખબર છે કે મો:78599558772 JAGDISHJI PRAVINJi THAKOR

Pratipalsinh kagda કહ્યું...

🙏 Jay mataji 🙏
Pratipalsinh kagda
Maliya hatina
Hatina Darbar no itihas hoy to mokalo ne

Vijay Singh zala કહ્યું...

જય માતાજી મોટા
મારું નામ ઝાલા વિજયસિંહ છે હું ઝાલા રાજપૂત છું
ગામ નું નામ મગુના છે
મારે અમારો કટોસણ સ્ટેટ પહેલા ના ઈતિહાસ વિશે જાણવું છે
તમારી પાસે કોઈ જાણકારી હોય તો કહેજો
જય માતાજી

વનરાજસિંહ જી ચાવડા કહ્યું...

જય ભવાની

જાત ના બદલો ઇતિહાસ આપdo છે
એજ સાચો છે

«સૌથી જૂનું ‹વધુ જૂનું   294 માંથી 201 – 294   વધુ નવું› તદ્દન નવું»

દેસાઈ અટક નો ઈતિહાસ

દેસાઈ અટક નો ઈતિહાસ જય માતાજી તમામ સમાજ બંધુઓ ને. મિત્રો, ક્ષત્રિય સમાજની વિવિધ અટકો,પેટા અટકો અને પોતાના બાપદાદાના નામ ઉપરથી અટકો, ...