19 જાન્યુઆરી, 2020

દેસાઈ અટક નો ઈતિહાસ

દેસાઈ અટક નો ઈતિહાસ

જય માતાજી તમામ સમાજ બંધુઓ ને. મિત્રો, ક્ષત્રિય સમાજની વિવિધ અટકો,પેટા અટકો અને પોતાના બાપદાદાના નામ ઉપરથી અટકો, પોતાના મૂળ ગામ ઉપરથી પડેલી અટકો,તેમજ મુસ્લિમ અને અંગ્રેજ શાસન સમયમાં એ સમયના સત્તાધીશોએ આપેલી પદવીઓ, માન અને મોભાઓ ઉપરથી પડેલી અટકો અંગે અવાર નવાર આપણે સૌ ચર્ચાઓ કરીએ છીએ.આવી અટકો, સમસ્ત ક્ષત્રિય સમાજ તેમજ આ સિવાય અન્ય સમાજોમાં પણ આવી અટકો કે પદવી યા મોભાવાચક અટકો એટલે કે સરનેમ હાલમાં ઘણા પ્રમાણમાં જોવા મળે છે. ઠાકોર,રજપૂત,દરબાર તેમજ અન્ય સમાજોમાં પણ પોતાના બાપદાદાના ના નામ ઉપરથી, પોતાના મૂળ ગામ ઉપરથી પણ અટકો જોવા મળે છે. દા. ત. મારી પોતાની જ વાત કરું તો અમારા પરમાર વંશની એક શાખા અમારા પૂર્વજ યા પરદાદા કે જેઓનું નામ રાભાજી પરમાર યા રભાભા હતું. જેઓના નામ ઉપરથી આજે પણ અમારી શાખના પરમારો રભાતર પરમાર તરીકે ઓળખાય છે. આ શાખના પરમારો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ પાટણ અને મહેસાણા જિલ્લામાં વસે છે.

         એજ રીતે કોઈ ડેર ગામના મૂળ વતની હોય તો ડેરિયા ઠાકોર કે ડેરિયા દરબાર તરીકે ઓળખાય છે. આવી જ રીતે મૂળ ચુવાળ પંથકમાંથી ગયેલા અને સૌરાષ્ટ્ર કે સુરેન્દ્રનગર બાજુ ગયેલા ઘણા સમાજો પોતાના મૂળ ગામની અટકો ધારણ કરે છે. દા. ત. દેત્રોજ ગામેથી સૌરાષ્ટ્ર બાજુ ગયેલા સમાજો પોતાની અટક દેત્રોજા ધારણ કરી છે. ઉપરાંત વર્ષો પહેલા પાટણ વિસ્તાર બાજુથી સ્થળાંતર કરીને મધ્ય ગુજરાત બાજુ વસવાટ કરતા ક્ષત્રિયો કે રજપુત ઠાકોર સમાજ ક્યાંય પાટણવાળા કે બારીયા તરીકે પોતાની અટક ધારણ કરી છે. આવી જ રીતે વાંસદીયા, વદોડીયા વિગેરે ગામ અટકો પણ જોવા મળે છે.
આવી જ રીતે ક્ષત્રિય રજપૂત સમાજમાં "દેસાઈ" અટક પણ જોવા મળે છે. આ અટક વિશે આપણે વિગતવાર જોઈએ તો દેસાઈ અટક વાળા ક્ષત્રિય રજપૂત સમાજના જે જે પરિવારો દેસાઈ અટક ધારણ કરી છે એવા પરિવારો મુખ્યતઃ દક્ષિણ ગુજરાત બાજુના વિસ્તારમાં જોવા મળે છે.

દેસાઈ અટક નો ઈતિહાસ

  દેસાઈ અટક એ માનદ રજવાડી અને આંતર રાષ્ટ્રીય અટક છે,
       દેસાઈ એટલે દેશના રક્ષણ માટે અને મહેસુલ વસુલ કરવાના બદલા તરીકે રાજ્યતરફથી જમીન ભોગવનાર માણસ. જમીનદાર કે જાગીરદાર પણ કહી શકાય
        દેશ અને પરગણાની જમીનની પેદાશ ખાઈને રાજ્યમાં આવતા લુટારા અને ફીતુરીઓથી વતનદાર અને રાજ્યની કરેલી સેવા બદલ મળેલી ઇનામી જમીનનો માલિક એટલે દેસાઈ. મોગલ સમયમાં અકબરના શાશનકાળ દરમ્યાન તોડરમલ મહેસુલી અમલદાર તરીકે નિમાતા તેમણે જમીનની માપણી, જમીનનું વર્ગીકરણ, સરકારનો અને મહેસુલી અધિકારીઓની નિમણુક કરી રજાઓ અને પ્રજાઓ વચ્ચે સમાધાનો થયા અને સ્થાનિક માણસોને મહેસુલ ઉઘરાવવાની જવાબદારી સોપવામાં આવી હતી. બ્રિટીશકાળમાં પણ આ પ્રથા ચાલુ રહી પણ બ્રિટીશરો જેમની પાસે વધારે જમીન હોય, પ્રભાવશાળી હોય, શારીરિક, માનસિક અને આર્થિક રીતે મજબુત હોય અને ઉચ્ચ જ્ઞાતિના હોય તેને આ જવાબદારી સોપતા અને તેને દેસાઈની “ પદવી ” આપતા. આ દેસાઈ પ્રજા પાસેથી મહેસુલ ઉઘરાવીને સરકારને જમા કરાવતા અને પ્રજા વચ્ચે કડીરૂપ હતા. એટલે એવું કહી શકાય કે દેસાઈ અટક એ બ્રિટીશરો એ આપેલી ધંધાકીય અટક છે. દેસાઈ ગીરી દેસાઈનો ધંધો કે દેસાઈનું પદ અને સમાજમાં રહેલી પ્રતિષ્ટિત અને પ્રભાવશાળી વ્યક્તિને મળતું આ દેસાઈ ગીરી કરનારને દેસાઈ વટુ પણ આપવામાં આવતું એટલે કે દેસાઈગીરીની રુએ સરકારમાંથી આપવામાં આવતું લવાજમ, આપણા વડવાઓને અંગ્રજો દ્વારા આપવામાં આવેલો એક ઇકબાલ એટલે દેસાઈ
      દેસાઈ અટક હાલમાં કણબી, બ્રામણ, દરબાર, નાગર, અને વાણિયામાં જોવા મળે છે. તેમજ રબારી અને ભરવાડમાં પણ માનવાચક તરીકે આ શબ્દ વપરાય છે.
     સમયાંતરે અમુક કારણોસર આ દેસાઈઓ એ સ્થળાંતર કર્યું જેમાં હાલ ગુજરાત, મહારાષ્ટ્ર, અને દેશના અમુક રાજ્યોમાં અને વિશ્વના કેટલાક દેશોમાં પણ દેસાઈ અટક જોવા મળે છે.

દેસાઈ અટક નો ઈતિહાસ

દેસાઈ અટક નો ઈતિહાસ જય માતાજી તમામ સમાજ બંધુઓ ને. મિત્રો, ક્ષત્રિય સમાજની વિવિધ અટકો,પેટા અટકો અને પોતાના બાપદાદાના નામ ઉપરથી અટકો, ...