વિશેષતા

    છેલ્લા હજારો વર્ષોથી જેમના પૂર્વજોએ સંગ્રામો ખેડ્યા છે, સંગ્રામો નિહાળ્યા છે, જેઓ સંગ્રમોમાં જન્મ્યા છે અને સંગ્રામોમાં જીવ્યા છે અને સંગ્રામોમાં જ વીરગતિ પામ્યા છે તેવી ગુજરાતની આ શૂરવીર અને લડાયક પ્રજા આજે કયાંક રાજપૂત દરબાર , રજપૂત, જાગીરદાર, મોલેસલામ દરબાર, મોલેસલામ રાજપૂત્ત, તો ક્યાંક પાલવી ઠાકોર, પાલવી દરબાર, ઠાકોર દરબાર,  રાજપૂત,  દરબાર એવા જુદા જુદા નામોથી જુદા જુદા વિસ્તારોમાં આ ક્ષત્રિય સમૂહો ઓળખાય છે. આ તમામે દેશી રજવાડાઓના રક્ષણ કરાવા માટે પોતાના બલીદાનો આપીને લોહી વહાવ્યા છે. ઉપર જણાવેલા આવા અનેક ઊંચા નીચા દરજ્જાના આ શૂરવીરો ના વંશજો પેટા વર્ગોમાં વિભાજીત થયેલા છે. આમ છતાં તેમની લડાયક ખુમારી તેઓએ જાળવી રાખી છે. પરાધિનતા તેમને ખપતી નથી. ભૂતકાળમાં આ લડાયક અને શૂરવીર પ્રજા પોતાને થતા અન્યાય સામે બહારવટે પણ ચડી હતી. આ કોમના કેટલાક પેટા વર્ગો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત રહી જવા પામ્યા છે. આ તમામ જ્ઞાતિઓ માતૃ પક્ષે એકબીજા સાથે પરોક્ષ રીતે જોડાયેલા જ છે. આ લોકો પોતાના માન મોભાના કારણે પોતાનુ દુખ કોઇને કહેતા નથી. આ બધી જાતિઓ એક જ મૂળ લડાયક કોમના ઊંચા નીચા દરજ્જામાંથી નિર્માણ થયેલ છે. બધા એક જ સીડીના પગથીયા હોવા છતાં નીચેના પગથીયાને ઉપરના છેવટના પગથીયા સાથે સિધો સબંધ નથી. મૂળે તો આ તમામ ભારતની ભૂમિની અતિ પ્રાચિન સ્થાનિક લડાયક જાતિના વંશજો છે. આ કોમ છે તો બુધ્ધીશાળી પણ પછાત દશામાં રહેવા પામી છે. શરીરે ખડતલ, ઘઉવર્ણોવાન, સાધારણ, શુષ્ક, ચંચળ મન અને સ્વભાવે નિડર. પહેરવેશમાં આ જાતિના પુરુષો કાછોટો મારી ધોતિયું, માથે દસથી વીસ હાથનું ફાળીયું કે સાફો, હાથમાં કઇકનું કઇક હથિયાર, કાનમાં કડીઓ કે મરચીઓ વિગેરે પહેરતા હોય છે. સ્ત્રીઓ સાલ્લો કે લેરીયુ વિગેરે પહેરતા હોય છે. ઉત્તર ગુજરાતની આ ક્ષત્રિય સ્ત્રીઓ દસ હાથ અને તેથી વધુ કાપડના ઘાઘરા પહેરે છે. 

ટિપ્પણીઓ નથી:

દેસાઈ અટક નો ઈતિહાસ

દેસાઈ અટક નો ઈતિહાસ જય માતાજી તમામ સમાજ બંધુઓ ને. મિત્રો, ક્ષત્રિય સમાજની વિવિધ અટકો,પેટા અટકો અને પોતાના બાપદાદાના નામ ઉપરથી અટકો, ...