ક્ષત્રિય સમુહો અને ઓળખ


         દરેક સમાજની એક આગવી ઓળખહોય છે અને એ ઓળખના કારણે તે ખ્યાતિ પામે છે. એ જ રીતે જ્ઞાતિ એ પણ દરેક વર્ગ માટે બહુજ જરુરી છે. જ્ઞાતિ પ્રથા સમાજને મજબૂત અને એક બનાવે છે. જ્ઞાતિ પ્રથા એ દેશને વિભાજીત થતો રોકે છે. જ્ઞાતિને માટે નાત,ન્યાત, જાતિ, વર્ણ, કોમ કે વર્ગ એવા શબ્દો સમાન અર્થમાં વપરાય છે. વેદ રચનાર આર્ય લોકોની સમાજ વ્યવસ્થામાં વર્ણભેદ હતો. વર્ણનો અર્થ રંગ થાય છે. આર્યો અમુક લક્ષણોવાળા હતા. જેથી તેમણે ચાર વર્ગ નક્કી કર્યા અને એ ઉપરથી ચાર વર્ણ નક્કી થઈ. તેને બ્રાહમણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ નામોથી ઓળખવવામાં આવે છે. આ ચારેય વર્ણના લોકો એકજ જાતિના હતા. માત્ર તેમનાં ગુણ, કર્મો ઉપરથી તેમના વર્ણભેદ પાડવામાં આવ્યા હતા.  આ તમામ વર્ણો વચ્ચે અનુલોમ લગ્ન વ્યવહારો થતા હતા.( અનુલોમ એટલે  કે ઉચ્ચ વર્ણવાળા પોતાનાથી ઉતરતી વર્ણમાંથી કન્યા મેળવી કરે, પરંતુ પોતાની કન્યા પોતાનાથી જ્ઞાતિ બહાર આપે નહી.) જ્ઞાતિ એ લોહીના સંબંધથી જોડેયેલા જનસમૂહ છે. જાતિ પ્રથાની ઉત્પતિનાં અનેક કારણો મનાય છે. જેમકે એક સંજોગ એવો હતોકે એક પ્રજા બીજી પ્રજાને જીતે, ત્યાર પછી જિતાયેલી પ્રજાની સ્ત્રીઓને , વિજેતા પ્રજા રખાત અથવા પત્ની તરીકે સ્વીકારતી. પરંતુ પોતાની પુત્રીઓના લગ્ન જિતાયેલી પ્રજામાં ન કરતાં અંદર અંદર કરવામાં આવતાં. આ પ્રથા અનુલોમ પ્રથાનો જ એક ભાગ ગણાય. આને લીધે નવી નાતોનો ઉદ્ધભવ થયો મનાય છે. કેટલીક વાર પરદેશી આક્રમણકારીઓના લીધે લોકો સ્થળાંતરીત કરી જતાં હતાં. તેઓ કોઇ બીજા ગામ કે પ્રદેશમાં જઈને વસતા. છતાં પોતાના મૂળ ગામ કે પ્રદેશના નામથી ઓળખાતા. આ રીતે ગામો કે પ્રદેશના નામ ઉપરથી પણ કેટલીક જ્ઞાતિઓ પોતાની ઓળખ કે શાખથી ઓળખાય છે. બારૈયા, બારીયા, પાટણવાડીયા વિગેરે નામો આ પ્રકારનાં છે. બ્રીટીશ યુગમાં આવી જ્ઞાતિઓના વાડા કે તડ તેમજ પક્ષ પડેલા જણાય છે.જ્ઞાતિનું સંગઠન સાચવવાને બદલે નજીવાં કારણોએ વાડા કે વિભાજન કરવાની વૃત્તિ છેલ્લા  દોઢસો વર્ષ  દરમ્યાન વધેલીજણાય છે. ( આધાર: મધ્યકાલિન રાજપૂત ઇતિહાસ ભારતીય સમાજ શાસ્ત્ર ) 
     આ રીતે દરેક જ્ઞાતિઓના નાના નાના કે મોટા મોટા સમુહો પણ હોય છે. આ તમામ જ્ઞાતિઓથી એક યા એકથી વધારે સમુહો વિવિધ કારણોસર આસ્તિત્વમાં આવેલા છે. જેનાથી ક્ષત્રિય સમાજ પણ અછૂત નથી. ક્ષત્રિય સમાજમાં પણ અનેક વાડાઓ અને સમૂહોનુ અસ્તિત્વ હજારો સાલોથી છે. આવા અનેકનેક ક્ષત્રિય સમૂહો પોતાની એકતાના અભાવે ભૂતકાળમાં ઘણી બધી ભૂલો કરી બેઠો છે. વર્તમાનમાં આ તમામ સમૂહો એક થવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ તેમાં જોઇયે તેટલી સફળતા મળી શકી નથી. તો આવો આવા ક્ષત્રિય સમૂહોની  કેટલીક માહીતી મેળવીયે. 
     ક્ષત્રિય સમાજમાં નીચે મુજબના સમુહો કેટલીક માન્યતાઓ અને પોતાની ઉંચનીચની વાડાબંધીના કારણે અસ્તિત્વમાં આવેલી જણાય છે.આ ક્ષત્રિય જ્ઞાતિઓમાં અનેક નાના મોટા ફાંટા અને પેટા જ્ઞાતિઓ અને ગોળ છે.  આ સમૂહો છે(ક્ષત્રિય ગ્યાતિઓ). (૧) રાજપૂત (ગરાશીયા) (૨) રજપૂતો (૩)મોલેસલામ ગરાશિયા 
  (૧)ગરાશીયા રાજપૂત: મૂળ તો ગરાસદારો એટલે કે ગરાસ ઉપરથી આ નામ આવેલ છે. રાજપૂત યુગમાં મોટા મોટા ગરાસો ધરાવતા હોવાથી તેમજ પોતે મોટા ગરાસો મેલવેલા હોવાથી અને આજે પણ મોટા પાયા પર જાગીરો કે જમીનો ધરવતા હોવાથી તેઓ ગરાશિયા કે ગરાશિયા રાજપૂત તરીકે ઓળખાય છે. આ લોકો પોતાને આ જ્ઞાતિઓમાં ઉચ્ચ માનતા હોય છે. 
    (૨)રજપૂતો :આ ક્ષત્રિયોનો આ વર્ગના મધ્યમ અને થોડી જમીન જાગીર ધરાવતો વર્ગ છે. જેઓના વડવાઓ  રાજપૂત કે મુસ્લિમ યુગમાં સૈનિકો  કે સામંતો તરીકે રાજ્યના દરબારીઓ તરીકે ફરજો બજાવતા હતા અને લડવૈયા તરીકેની પોતાની ફરજો અદા કરતા હતા. હાલમાં આ વર્ગ મોટે ભાગે ખેતી જ કરે છે. 
   રાજપૂત કોમો : રાજપુત, ગરાસિયા, કરડીયા, નાડોડા, ભાથી, ઠાકોર, બારૈયા, ઠાકોર, ઠાકરડા, પાટણવાડીયા, ધારાળા વિગેરે. ઠાકોર એ મુખ્યત્વે ઉત્તર ગુજરાતના હાલના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ વિગેરેજીલ્લાઓમાં વસવાટ કરે છે. જ્યારે બારૈયા, ધારાળા, પાટણવાડીયા વિગેરે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા અને પંચમહાલ જીલ્લામાં વસવાટ કરતા હોવાનું જણાય છે. આમાંથી મધ્ય ગુજરાતના પાટણવાડીયા તરીકે ઓળખાતા આ સમૂહના આ ક્ષત્રિયો મુસલમાની અને મરાઠા રાજયની હકુમત સમય દરમ્યાન પાટણ પ્રદેશમાંથી મધ્ય ગુજરાતમાં આવીને વસેલા છે. મૂળે આ તમામ ક્ષત્રિયો કે કોમો રાજપૂત જાતિમાંથી ઉતરી આવેલી છે. આ ક્ષત્રિય કોમોમાં રાજપૂતોની તમામ અટકો હોય છે. જેમકે પરમાર, ચૌહાણ, વાઘેલા, સોલંકી, રાઠોડ, ગોહીલ, યાદવ, ચાવડા,મકવાણા, ઝાલા, ડાભી વિગેરે. આ ઉપરાંત ક્ષત્રિયોની ચોસઠ શાખાઓ પણ હોય છે. એક શાખાવાળો પોતાનાથી ઉતરતી શાખામાં કન્યા આપતો નથી. તેમજ પોતાની શાખામાં કન્યા આપતો નથી. આ ક્ષત્રિય કોમો મોટે ભાગે જૂથોમાં જ વસેલી હોય છે. આમાંની કેટલિક શાખાના ક્ષત્રિયો પોતાની કન્યાઓ રાજપૂત ગરાશિયાઓમાં આપે છે. પણ રાજપૂત ગરાશિયા તેમને પાછી કન્યાઓ આપતા નથી. 
 (૩) મોલેસલામ ગરાશિયા: આ કોમ મોગલ શાસન સમયે એક યા બીજા કારણે જેઓએ મુસલમાનો સાથે ખાનપાન અને બેઠી વ્યવહાર કર્યો તે બાદશાહોના મહેલોમાં જઈને સલામો મારી તેઓ મોલેસલામ ગરાશિય કહેવાયા. મૂળે આ કોમ રાજપૂત હતી. ગુજરાતમાં આવા મોલેસલામ ક્ષત્રિયોમાંના આવા મોલેેસલામ ગુજરાતમાં ભેટાશી, નાપા, તેમજ માતર, બોરસદ, આણંદ વિગેરે  વિસ્તારના તાલુકાઓમાં વસતા મોલેસલામો રાજપૂતોમાંથી થયેલા છે. આ બધા મુખ્યત્વે ખેડા જીલ્લાના વિસ્તારોમાં વસવાટ કરતા જોવા મળે છે. આ ઉપરાંત પાટણ વિસ્તાર , ભરૂૂૂચ વિસ્તાર, સૌરાષ્ટ્ર  વિગેરે બાજુ પણ વસવાટ જોવા મળે  છે.

સંજ્ઞાઓ: ઠાકોર, ઠાકરડા, બારૈયા, ધારાળ, પાટણવાડીયા, પગી,  ખાંટ વિગેરે નામો કોઇ કોમ કે અટક ને લાગુ પડતા નથી કે કોઇ કોમની અટકો નથી. પરંતુ સંજોગોવસાત તેમને અમુક સમાજોએ અમુક નામે સંબોધવાથી લાંબા ગાળે તેમનાં તેવાં નીચે જણાવ્યા મુજબનાં જાતિવાચક નામો પડ્યાં હોય તેમ જણાય છે.   
    ઠાકોર:પૂર્વે રાજપૂત યુગ કે મસલમાન યુગ સમયે કેટલાક ક્ષત્રિયોના પૂર્વજો નાની નાની જાગીરો કે જમીનો તેમજ ઠાકરાતો ધરાવતા હતા. આવા ક્ષત્રિયોને પાલવી ઠાકોર કે પાલવી દરબાર કે જાગીરદાર  તરીકે ઓળખવામાં આવતા. ગામધણી કે અધિપતિની,  ઠાકોરએ ઉપમાવાચક પદવી છે. એ કોઇ કોમની અટક નથી.ગામધણી; ગરાસિયો; તાલુકદાર; નાનો રાજા.
  ઠાકરડા : ઠાકોરો, જાગીરદરો કે જમીનદારો, તાલુકદારોના ભાયાતોને ઠાકરડા તરીકે ઓળખવામાં આવે છે. નાના નાના ઠાકોર, રજપૂત રાજાઓના ભાયાતો અને વંશજો; લડાયક કોમ, રજપૂત વગેરે જાતિની પ્રજા.
   બારૈયા:  નદી તેમજ દરીયા કિનારે બારામાં વસનાર. મોટે ભાગે મધ્ય ગુજરાતમાં વસવાટ કરે છે. 
  ધારાળા: જમીન પર કામ કરનારા અને નદીની ધારો પર વસનારા તેમજ લાંબા ધારદાર તલવારની જગ્યાએ તિક્ષ્ણ ધારદાર ધારિયાં રાખનાર તે ધારાળા. મોટે ભાગે મધ્ય ગુજરાતમાં વસવાટ કરે છે. 
  પાટણવાડીયા: પૂર્વકાળમાં પાટણથી આવીને મધ્ય ગુજરાતમાં વસેલી ક્ષત્રિય કોમ.મોટે ભાગે મધ્ય ગુજરાતમાં વસવાટ કરે છે.   
   પગી:ચોરી પકડનાર, પગલુ કાઢનાર.પગલાં જોઇ ચોર કોણ છે અને તે ચોરી કરી ક્યાં થઈને ગયો તે પારખી કાઢનારો માણસ; પગલું પારખી કાઢનારો માણસ; પગલું પારખી ચોરની ભાળ કાઢનાર માણસ.
કોટવાળ:  કોટ કે કીલ્લાનું રક્ષણ કરનાર 
ઇતિહાસ:  આ જ્ઞાતિઓ પૂર્વકાળમાં મારવાડ, મેવાડ તથા માલવા ને ગુજરાતની રાજપૂત જ્ઞાતિ હતી. તેમનાં રજ્યો તૂટવાથી તેઓ ગુજરાતમાં આવીને વસ્યા. પછીથી પાટણ તરફની વસ્તીમાં ભળવાથી તેઓ રાજપૂત મટી ઠાકોર કહેવાયા. ઠાકોરનો અપભ્રંશ ઠાકરડા થયું. ચરોતર સર્વ સંગ્રહના ઉલ્લેખ મુજબ બ્રીટીશ અમલ સમયે ટોડા ગરાસ અને મુલકગીરી ના નામથી કેટલીક વસુલાતો શરુ થઈ હતી. જે રાજાઓ સાથે આવા કરારો થયા તેઓ રાવ, રાણા, રાજાઓ એ નામથી ઓળખાતા થયા. તેમના મોટા પુત્રો કુંવરો કહેવાયા, જ્યારે કુંવરોના મોટા પુત્રો ઠાકોરો કહેવાતા, અને ઠાકોરોના નાના નાના પુત્રો ગિરાશિયાઓ, ભૂમિયાઓ, ઠાકરડા, એ નામોથી જાણીતી થયા. આ બધા ક્ષત્રિયો રાજપૂત વંશોવાળા પણ છે. કેટલાક રાજપૂતો કાળાંતરે નીચા દરજ્જામાં ફેંકાઈ જતાં અને ઈતર વ્યવસ્થા અપનાવવા છતાં પોતાની મૂળ અટકો યથાવત રહેવા પામી છે. આ ક્ષત્રિયો વંશો હારવાથી, ભાગવાથી, કે ભાગલા પડવાથી આ વંશો વિકેન્દ્રિત થઇ ચારે તરફ પ્રસરતા રહ્યા.  રાજાઓના રાજ્યો વિકેન્દ્રિત થતા ગયા તેમ આ ક્ષત્રિયોના વંશજો તે મુજબ વિકેન્દ્રિત થતા ગયા અને મોભો પણ ઉઅતરતો ચાલ્યો પણ રાજપૂત અટકો યથાવત રહી તેમજ મોટા કુળો પ્રસંગોપાત પોતે આવા કુળની કન્યાઓ લેતા હતા. 

67 ટિપ્પણીઓ:

Unknown કહ્યું...

બારૈયા ની કુળદેવી નું નામ શું છે.

Unknown કહ્યું...

કાળકાંઈમા (ગાનજન દેવી)

Unknown કહ્યું...

બારિયા જાતિ સેમા આવે છે

Unknown કહ્યું...

પરમાર

Unknown કહ્યું...

કાઠી નો આવે રાજપૂત મા

Unknown કહ્યું...

તલાર જ્ઞાતિ પરમાર માંથી આવી કે સોલંકી માંથી આવી?

Unknown કહ્યું...

તલાર જ્ઞાતિ પરમાર માંથી આવી કે સોલંકી માંથી આવી?

Unknown કહ્યું...

સાહેબ જાંબુકિયા રાઠોડ દરબાર માં આવે કે ના આવે

Unknown કહ્યું...

કોળી સમાજ ના પૂર્વજ માંધાતાનો સૂર્યવંશમાં જન્મ થયો હતો તો કોળી રજપુત કેવાતા હતા. તો હવે રાજા પછીના સમયમાં કોળી સમાજને ક્ષત્રિય કેમ નથી ગણતા જયારે વંશવેલો સુર્યવંશનો છે.

Arjun Talpada કહ્યું...

તળપદા સમાજ કોન હતા ક્ષત્રિય હતા કોન હતા

Unknown કહ્યું...
આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.
Unknown કહ્યું...

જે પોતાનો ભુતકાળ ભુલી જાય એનુ કોઈ ભવિષ્ય નથી હોતુ

Unknown કહ્યું...

રાજપૂત ક્ષત્રિય વંશ 36 શાખા
10 સુર્યવંશી 10 ચન્દ્રવંશી 12 રુષીવંશી 4 અગ્નિવંશી
ટોટલ 36 રાજપૂત ક્ષત્રિય વંશ છે સૌલંકી ચૌહાણ પરમાર પઢીયાર આ ચાર અગ્નિવંશ છે

Unknown કહ્યું...

Dhanyavad 🙏
Ape raju kareli mahiti parthi mara man ni mungavan durr thai gae..
Katlak mane che ke thakor samaj rajput ma na ave, ane aje pan avuj mane che ghana loko,parantu apno aa blog vanchi ae bhedrekha pan dur thai gaye
Abhar
Jay mataji! 🙏

Unknown કહ્યું...

Hada state of bundi a na vise mahiti lakho bhai.

Unknown કહ્યું...

ક્ષત્રિય ઠાકોર મા છે

Unknown કહ્યું...

વાળા ગરાસિયા રાજપૂત નો ઇતિહાસ

Unknown કહ્યું...

રજપુત શબ્દ જ તોછડો છે
રાજ ના પુત્રો એટલે રાજપુત આવા ઝેર અને ઇષાઁ થી ઊપજેલા શબદ ન લખી શકાય ક્ષત્રીય માટે

Unknown કહ્યું...

ઠાકોર માથી ચુવાળીયા કોળી કહેવાય 15 મી સદીમાં
અહમદશાહે રાજ

Unknown કહ્યું...

ગામ:ઊઘરોજ આવ્યા એટલે ઉઘરેજા કહેવાય

Unknown કહ્યું...

અલા ભાઈ સૂર્યવંશની 9 શાખા માની અેક શાખા કોળી છે. Bhai itihas Vachi le Pasi comment mar mandhata koli hata Se ane revana.tara kavathi Kay itihas badali nay Jay.koli pan Suryavanchi Kshatriya j se. Itihas Vachi le.

Unknown કહ્યું...

ચુવાળીયા કોળી નો ઈતિહાસ આપો

ARVIND Chauhan કહ્યું...
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
kiransinh કહ્યું...

જય માતાજી બાપુ

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

પરમાર શાખ ની છે

. કહ્યું...

ગરાસિયા રાજપૂત સિવાય ની વર્ણવેલી તમામ ઠાકોર, ધારૈયા, પાટણવાડીયા, બારૈયા વગેરે કોળી મા આવે એવો સરકારી ચોપડે ઉલ્લેખ છે તો આના વિશે પ્રકાશ પાડશો

. કહ્યું...

ગરાસિયા રાજપૂત સિવાય ની વર્ણવેલી તમામ ઼ઠાકોર,ધારૈયા, પાટણવાડીયા, બારૈયા વગેરે કોળી મા આવે એવો સરકારી ચોપડે ઉલ્લેખ છે તો આના વિશે પ્રકાશ પાડશો

. કહ્યું...
આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.
. કહ્યું...
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
. કહ્યું...
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
Unknown કહ્યું...

પગી શામાં આવે

Unknown કહ્યું...

પગી શામાં આવે છે

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

તમારો પૂરો પરિચય આપો

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

પરમાર ની શાખા છે

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

જામ્બુકિયા રાઠોડ ક્યાં ક્યાં વિસ્તાર વસવાટ કરે છે એ જણાવો

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

સાચી વાત છે

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

વર્તમાનમાં અનેક જ્ઞાતિઓ તળપદા અટક લખાવે છે.
પરંતુ સૌરાષ્ટ્ર બાજુના તળપદા કોળી સમાજનો અલગ ઇતિહાસ છે. તળ એટલે કે ધરા, જમીન ને ધારણ કરનાર ને તળપદા કહેવાય.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

તમારો પરિચય આપશો

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

ભાઈ તમારી વિચારસરણી સંકુચિત લાગે છે. તમને ઇતિહાસ અંગેની પુરી માહિતી નથી. તમે ક્ષત્રિય ઠાકોર સમાજના વિરોધી લાગો છો. યા તો તમે સંકુચિત માનસ ધરાવો છો. તમે વારંવાર ઠાકોર ને કોળી સાથે સરખાવી ને શુ સાબિત કરવા માંગો છો ? તમે કેવા રાજપૂત છો એ જણાવો અને તમારો પૂરો પરિચય આપો. તમે વારંવાર અઘટિત ટિપ્પણીઓ કરી રહ્યા છો આ યોગ્ય નથી.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

ભાઈ તમને ગુજરાતી ભાષા લાગે છે વાંચતા યા લખતા આવડતી નથી.મારું નામ ભગવનભાઈ નહિ, ભવાનસિંહ ઠાકુર છે.
બીજું કે આ બ્લોગમાં તમામ ક્ષત્રિયો વિશે પૂરેપૂરી માહિતી છે.બ્લોગ નો વિગતે અભ્યાસ કરો

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

પહેલાના સમયમાં ચોરી કરનારા ચોર કે માણસ યા પશુઓની શોધખોળ માટે પગલાં ના જાણકાર માણસો હતા. આવા પગલાં જાણકાર માણસો જે તે ચોર કે વ્યક્તિના કે પશુઓના પગ ના નિશાન જોઈને ભેદ ખોલી નાખતા હતા. આવા પગલાં જોનાર વ્યક્તિને રાજયવ્યવસ્થામાં ખાસ પદ મળતું. જેને પગી તરીકે ઉપમા આપવામાં આવતી. આજે પણ ગુજરાતના ઘણા ગામડાઓમા પગી અટક જોવા મળે છે.પગી અટક ઠાકોર, આદિવાસી અને ભીલમાં પણ છે.

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

આ વિશે મારી પાસે કોઈ માહિતી નથી.

Unknown કહ્યું...

Aashapuramaa

. કહ્યું...

Hindu garasiya rajput chu, bhavansih thakur(bhavanji thakor) tame kon cho? Rajput ke thakor

Unknown કહ્યું...

નરેશ બારીયા સુરતમાં રહું છું (વતની છોટાઉદેપુર બોડેલી નો છું ) મરે બારોટ નુ કામ હોવાથી સૅપક હોય તો મને જાણ કરજો મારે કુળદેવી ની સ્થાન નક્કી કરવું છે 9898803165

Unknown કહ્યું...

મરે બારોટ નો સૅપક કરવો છે કુળદેવી માં જાણકારી મેળવી છે બારીયા સમાજ નો છું જો કોઇ સૅપક હોયતો જાણ કરવી મો.9898803165

Unknown કહ્યું...

ડાભી

Vijaysinh Parmar કહ્યું...

તમે જે ઇતિહાસ લખ્યો છે એને હિન્દી માં જોઈએ છે

. કહ્યું...

હળવદ તાલુકાના સૌથી મોટા ગણાતા અને આઠ હજાર જેટલી વસ્તી ધરાવતા માથક ગામે શૌચાલય બનાવવાની માથાકુટમાં ગામના ક્ષત્રિય દરબાર તથા ઠાકોર વચ્ચે થયેલી બોલાચાલી બાદ મંગળવારે સવારે ક્ષત્રિય દરબારની વાડીમાં ઠાકોર સમાજના લોકો હથિયાર સાથે ધસી જઈ થયેલી અથડામણમાં ક્ષત્રિય દરબાર જૂથના બે જ્યારે ઠાકોર સમાજના ચાર શખ્સોને ગંભીર ઈજાઓ થતા તમામને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે લઈ જવાયા હતા. ઘટનાના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આખું માથક ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

હળવદ તાલુકાના માથક ગામે નવનિયુક્ત ચૂંટાયેલા કોળી ઠાકોર સમાજના સરપંચ દ્વારા ગામના એક અલગ વિસ્તારમાં શૌચાલયનું બનાવવાના કામ શરૂ થઈ રહ્યા હતા તે દરમિયાન ગામના ક્ષત્રિય સમાજના એક યુવાને આ જગ્યા પોતાના વડવાઓની હોવાનું ટેલિફોન ઉપર સચિવને જણાવતા સરપંચે જણાવેલ કે જો આ જગ્યા તમારા વડવાની હોય તો તેના પુરાવા આપો તેમ છતા પણ ટેલિફોનમાં ગાળા-ગાળી ચાલી હતી ત્યાર બાદ મોડી સાંજે ગામના સરપંચે દરબાર ક્ષત્રિય યુવાન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કર્યા બાદ મંગળવારે સવારે માથક ગામથી રાતાભેર ગામના જવાના રસ્તે આવેલી ક્ષત્રિય દરબાદ પૃથ્વીરાજસિંહ સબબસિંહ ઝાલાની વાડીએ તેઓ તેમના ભાઈ સાથે બેઠઆ હતા તે દરમિયાન માથક ગામના પચીસથી વધુ કોળી ઠાકોરના શખ્સો આવી આ બન્ને ભાઈ ઉપર ધોકા વડે અને છરી સાથે તૂટી પડયા સામે પક્ષે ક્ષત્રિય દરબારના પણ બન્ને ભાઈઓ છરી તથા ધોકા વડે તૂટી પડતા…

થયેલી બધડાટીમાં ઠાકોર સમાજના ચાર શખ્સોને ગંભીર ઈજા પહોંચી હતી અને સામે પક્ષે ક્ષત્રિય દરબાર સમાજના બન્ને ભાઈઓને ગંભીર ઈજા પહોંચતા બન્ને ભાઈને તથા અન્ય ચાર શખ્સો રાજકોટ સારવાર હેઠળ દાખલ કરાયા છે.




માથક ગામ પોલીસ છાવણીમાં ફરવાયું

મંગળવારે સવારે ક્ષત્રીય દરબાર તથા કોળી ઠાકોર વચ્ચે થયેલી અથડામણને પગલે તાત્કાલિક જિલ્લા એસ.પી.ઉપરાંત ડી.વાય.એસ.પી. ઝાલા તથા એલ.સી.બી. ટીમ, એસ.ઓ.જી. પોલીસની ટીમ સહિત મોરબી જિલ્લા પોલીસ ઉપરાંત હળવદ ઈન્ચાર્જ સી.એસ.આઈ. એમ.વી.ઝાલા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો અને આખા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કોળી ઠાકોર સમાજના આરોપીઓ

માથક ગામે થયેલી બધડાટીમાં ફરિયાદી પૃથ્વીરાજસિંહ શબબસિંહ ઝાલાએ કરેલી પોલીસ ફરિયાદમાં મ

ક્ષત્રિયબંધુ વિરૂદ્ધ ગુનો નોંધાયો

માથક ગામે થયેલા ઝઘડામાં ઠાકોર સમાજ દ્વારા ક્ષત્રિય દરબાર બંધુ પૃથ્વીરાજસિંહ ઝાલા તથા તેઓના ભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે હાલ આ બન્ને ભાઈ રાજકોટ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની વધુ વિગતો મેળવાઈ રહી છે. તમામ ઘટનાની તપાસ હળવદ ઈ.ચાર્જ પી.એસ.આઈ. એમ.વી.ઝાલા ચલાવી રહ્યા છે.

. કહ્યું...

ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી.

ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે. જેમકે ઠાકોર, પાલવી ઠાકોર, ઠાકરડા ,પાટણવાડીયા ,ધારાળા (તળપદા) ,બારૈયા ,ચુવાળીયા, ઠાકોર, વગેરેને સામાજિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા

. કહ્યું...
આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.
ભવાન સિંહ ઠાકુર કહ્યું...

પાલવી અને ઠાકોર ને કોલીમાં ના ગની શકાય.
સૌરાસ્ટ બાજુ ચુવાળીયા કોળી સમાજ છે તેમજ તળપદા કોળી સમાજ પણ છે. આ બંને સમાજો અલગ અલગ છે.ઉત્તર ગુજરાત બાજુના ઠાકોર નો આગવો ઇતિહાસ છે. એમના પૂર્વજો ના રાજ્યો તૂટવાથી,ભાગવાથી કે ભગાડવા થી આ લોકો ના પૂર્વજો ગુજરાતના મોટા ભાગમાં વિસ્તરીત થયા છે.
રાજકીય ધ્રુવીકારણ કરવા માટે અને લાભ લેવા માટે કેટલાક સામાજિક શત્રુઓએ આ સમાજો ને અન્યાય કર્યો છે.
આ જાતિઓ હજારો વર્ષોથી લડાયક પ્રજા તરીકે પોતાને પ્રસ્થાપિત કર્યા છે. આ પ્રજા એ મુસ્લિમ શાસકો અને ત્યારબાર અંગ્રેજ શાસકો સામે જબરદસ્ત પ્રતિકાર કરેલો છે. આ જાતિના હજારો લોકોએ મુસ્લિમો સામે ઝૂકવા કરતા મોતને વ્હાલું કરેલ છે, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા કરતાં જે તે સમયના ચુવાળ બાજુના ઠાકોરોએ કોળી પણુ સ્વીકારવાનું મુનાસિફ માન્યું. પોતાની અસલ ક્ષત્રવટ ને જાળવી રાખી, બાકી ઘણાં શાસકો મુસ્લિમ બની ગયાં જતા. ચુવાળ બાજુના ઠાકોરો ત્યારબાદ સૌરાષ્ટ્ર બાજુ વસવાટ કરતાં અને જબરદસ્તીથી મુસ્લિમ શાસકોએ કોળી સમાજ સાથે વ્યવહારો કરાવવાથી એઓ જે તે વિસ્તારમાં ચુવાળીયા કોળી તરીકે ઓળખાય છે.
બાકી જો ઉત્તર ગુજરાત ના ઠાકોરો જોડે ચરચા કરવી હોય તો સામ સામે બેસીને ચર્ચા આવો.જેથી ખબર પડે કે ક્ષત્રિય ઠાકોર સમાજનો કેટલો વજન છે

ભવાન સિંહ ઠાકુર કહ્યું...

આ શું છે ભાઈ? આવી પોસ્ટ ના મુકો .બધાને જ ખબર છે

Unknown કહ્યું...

તમે કહ્યુ તેમ મૂળ ચુંવાળ પંથક ના ક્ષત્રિય ઠાકોરો હતા જે મુસ્લિમ શાસન સમયે અમુક સંજોગો ને કારણે સૌરાષ્ટ્રમાં ચુંવાળીયા કોળી-ઠાકોર તરીકે રહેવા લાગ્યા..તો આજે ચુંવાળીયા કોળી-ઠાકોર ને અમુક લોકો ક્ષત્રિય માનવા તૈયાર નથી ...તો આ મુદ્દા વિશે તમે સચોટ માહિતી આપો...
જય વેલનાથ
જય માતાજી

. કહ્યું...
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
. કહ્યું...

Rabhatar tame takor e kayi rite rajput kahevsy, tame koli so, tamari olkhan kem supavo so

. કહ્યું...
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
. કહ્યું...

Darek samaj no itihas hoy se, te pan vir ras thi bharelo, pan tamara thakor ma ketla vir thaya, thakor kahyu, rajput ke bijo kshtriya samaj nahi, ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી.

ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે. જેમકે ઠાકોર, પાલવી ઠાકોર, ઠાકરડા ,પાટણવાડીયા ,ધારાળા (તળપદા) ,બારૈયા ,ચુવાળીયા, ઠાકોર, વગેરેને સામાજિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.aa samaj kayo se, 1 examples aapo, mane vadhare joyita nathi, 1 example.

. કહ્યું...

ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી.

ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે. જેમકે ઠાકોર, પાલવી ઠાકોર, ઠાકરડા ,પાટણવાડીયા ,ધારાળા (તળપદા) ,બારૈયા ,ચુવાળીયા, ઠાકોર, વગેરેને સામાજિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા

. કહ્યું...

ગુજરાતમાં જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી. ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે. જેમકે ઠાકોર, પાલવી ઠાકોર, ઠાકરડા ,પાટણવાડીયા ,ધારાળા (તળપદા) ,બારૈયા ,ચુવાળીયા, ઠાકોર, વગેરેને સામાજિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.

. કહ્યું...

Thakor na aave kshatriya ma, thakor e koli ma aave

. કહ્યું...

પહેલાના સમયમાં ચોરી કરનારા ચોર કે માણસ te thakor, koli je potane kshatriya tarikhe olkhave se.

Unknown કહ્યું...

રાજ અટક કેવીરીતે અલગ પડી અને આના વંશજો કોણ ગણાય

Unknown કહ્યું...

Baraiya
Talpada patel
Ghediya
Chuvaliya
Thakor
Tha karda
Patan variya
Dhrala
Rathwa
Patanwadiya
Aabadha koli ma aave se

Unknown કહ્યું...

Jày Mataji

Unknown કહ્યું...

જય માતાજી જય વેલનાથબાપુ જય ભવાની
ભાઈ હુ ચુવાળીયા ઠાકોર છુ અને કોળી સમાજ ના લોકો ઠાકોર લખાવાથી બધા રાજપુત અને દરબાર સમાજ ના લોકો અમારા સમાજ ને પરાણે કોળી કહે છે અને અમને kshatriya હોવાનો અધિકાર મળતો નથી.






Unknown કહ્યું...

કૉમેન્ટ વાંચતા મારા તમામ ક્ષત્રિય બંધુઓને હીતેશસિંહ સોલંકી ના જય માતાજી 🙏🚩🌺

સમાજના કોઈ બંધુ ને ખોટું ના લાગે 🙏, પણ મારા દાદા ના દાદાએ એક પગી મિત્રના ઘરે પાણી પીવાથી પગી કહેવાયા, આથી સમાજમાં બધા પગી તરીકે ઓળખવા લાગ્યા અને અટક પણ બદલવી પડી, ત્યારબાદ બીજાં લોકો એમની સાથે કોઈ ખાવાપીવાનો વ્યવહાર નહોતા રાખતા. એટલે અમે ફરી મૂળે જે હતાં એજ (સોલંકી) લખાવીએ છીએ પરંતુ પગી ખરેખર ક્ષત્રિય ઠાકોર જ છે. એટલે સમાજના લોકોએ ભેદભાવ ના કરવો જોઈએ

🔸પણ હકીકતમાં "પગી" એક પદવી છે પણ સમય જતાં લોકો એને અટક તરીકે લખવા લાગ્યા, જેમ કે ઠાકોર એક આખી સમાજ ની જ્ઞાતિ છે અથવા જાગીરદાર કે ગામધણી ની પદવી છે પણ અમૂક લોકો એને જાતિ મા લખવાના બદલે અટક જ ઠાકોર લખે છે એવી રીતે.

🔹જે ઠાકોરો ચુંવાળ પ્રદેશ છોડી સૌરાષ્ટ્ર અને બનાસકાંઠા તથા બીજાં પ્રદેશો માં વસ્યા અને ઠાકોરોએ ગ્રામ રક્ષક તરીકેની જવાબદારી લીધી અને પગલાં પારખવામાં નિષ્ણાત હતાં તે તેને લોકો "પગી" તરીકે ઓળખવા લાગ્યાં જેથી સમય જતાં " પગી " એક અટક જ બની ગયી, તેઓ મૂળે ચુંવાળીયા ઠાકોર કહેવાયા, જે અસલી ઠાકોર જ છે જેમ કે "જોબનજી પગી", બીજી વાત, જે કોળીઓના હાથે અભળાયા એ કોળી ઠાકોર કહેવાયા.

એટલે જે પગી સમાજ ને ક્ષત્રિય ના માનતા હોય તો એ ભુલ ભરેલું છે, જેથી આપડા સમાજમાં ભાગલા પડી જાય છે અને બીજા લોકો આનો લાભ લઈ જાય છે , આમ થવાનું મુખ્ય કારણ ઓછી ઐતિહાસિક જાગરૂકતા અને શિક્ષણથી વંચિત, અને રૂઢિચુસ્ત વિચારસરણી હોવાના લીધે થાય છે.(જૂની સંસ્કૃતિ જાળવી રાખવાની વાતને મારો ફૂલ સપોર્ટ છે 💪💯 પણ રૂઢિચુસ્ત હોવુ એ વાતમાં ઘણો ફરક છે ભાઈ).

💬 એક ખાસ નોંધ કહી દઉં કે જુના સમયમાં ફક્ત પગી ઠાકોર જ નહી પણ કોઈ પણ સમાજનો માનસ હોય પણ પગલાં પરથી પારખે એટલે પગી કહેતા પણ કદાચ તેઓ મૂળે ક્ષત્રિય ના પણ હોય, જેમ કેકચ્છના રણછોડ રબારીએ પણ પગલાં પરથી પારખીને ઇન્ડિયન આર્મી ને ઘણી મદદ કરી હોવાથી લોકોએ તેમને પગી તરીકે ઓળખતા હતાં પણ તે ઠાકોર નથી. આવી જ રીતે હાલમા ઘણાં આદિવાસી તથા ભીલ સમાજ ના લોકો પણ લખાવે છે. જે અસલી ઠાકોર નથી એટલે મૂળ ખાસ જોઇ લેવું.🙏

જય વીર વચ્છરાજ દાદા 🙏🚩🥢🥥🌺

દેસાઈ અટક નો ઈતિહાસ

દેસાઈ અટક નો ઈતિહાસ જય માતાજી તમામ સમાજ બંધુઓ ને. મિત્રો, ક્ષત્રિય સમાજની વિવિધ અટકો,પેટા અટકો અને પોતાના બાપદાદાના નામ ઉપરથી અટકો, ...